Dividend Stock: સ્મોલકેપ કંપની યમુના સિન્ડિકેટ લિમિટેડ પોતાના શેર ધારકોને મોટી ભેટ આપી રહી છે. કંપનીએ 100 રૂપિયાની ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ છે. આ ડિવિડન્ડને કંપનીના શેરધારકોની મંજૂરી મળવાની બાકી છે. મંજૂરી 71મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં આપવામાં આવશે, જે 4 ઓગસ્ટ 2025ના યોજાશે. AGM માં લીલી ઝંડી મળ્યા બાદ આ ડિવિડન્ડ પાત્ર શેરધારકોને આપવામાં આવશે.
કંપનીએ ડિવિડન્ડ મેળવવા માટે રેકોર્ડ ડેટ પહેલાથી જ નક્કી કરી દીધી છે. 28 જુલાઈ 2025 (સોમવાર) રેકોર્ડ ડેટ તરીકે રાખવામાં આવી છે. એટલે કે, ફક્ત તે રોકાણકારો કે જેમની પાસે આ તારીખ સુધી યમુના સિન્ડિકેટના શેર છે તેઓ જ ડિવિડન્ડ માટે પાત્ર ગણાશે.
કંપની શું કહે છે?
કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "કંપનીએ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કયા શેરધારકોને ડિવિડન્ડ મળશે તે નક્કી કરવા માટે સોમવાર, 28 જુલાઈ 2025 રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે." આ સાથે, કંપનીએ કહ્યું કે AGMમાં મંજૂરી મળ્યા પછી ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચોઃ ઈન્વેસ્ટમેન્ટની 'ગુરૂ' છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, 5 વર્ષમાં ₹35 લાખનો ફાયદો
દર વર્ષે વધી રહ્યું છે ડિવિડન્ડ
યમુના સિન્ડિકેટ સતત પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર ડિવિડન્ડ આપતી રહે છે.
2024માં પ્રતિ શેર ₹400 ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું,
2023માં પ્રતિ શેર ₹325
2022માં પ્રતિ શેર ₹200
શેરની કિંમત અને વેલ્યુ
મંગળવાર (15 જુલાઈ 2025) ના યમુના સિન્ડિકેટનો શેર લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેની કિંમત 40449 રૂપિયા છે. આ શેરનો 52 વીક હાઈ ₹62,490 અને લો ₹26,711 રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 1244 કરોડ રૂપિયા છે. યમુના સિન્ડિકેટ ભારતના સૌથી મોંઘા શેરમાંથી એક છે અને હવે ડિવિડન્ડ આપવાના મામલામાં પણ કંપની રેકોર્ડ બનાવી રહી છે.
આ વાતનું રાખો ધ્યાનઃ આ શેરનું ટ્રેડિંગ Periodic Call Auction હેઠળ થાય છે, કારણ કે તેમાં દરરોજ 100થી ઓછા યુનિક ઈન્વેસ્ટરોનું ટ્રેડિંગ થાય છે. તેનો મતલબ છે કે લિક્વિડિટી ઓછી છે, એટલે કે જરૂર પડવા પર શેર વેચવો થોડો મુશ્કેલ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે