Gujarat Government : રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી છે. અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ લાભ મળશે. 2005ના ઠરાવના અધ્યાપકોને પાંચ વર્ષના ફિક્સ પગારદારને તેનો લાભ મળશે. અધ્યાપકોને એરીયર્સની રકમ ત્રણ ત્રણ હપ્તામાં ચૂકવાશે. 100 કરોડની રકમ અધ્યાપકોને ત્રણ ત્રણ મહિનાના હપ્તા ચૂકવાશે.
જન્મદિને ગુજરાતના મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગનો અધ્યાપક સહાયકના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પાંચ વર્ષની ફિક્સ પગાર સેવાઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં ગણવાની મંજૂરી આપી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં વિભાગના તા.૨૫/૦૮/૨૦૦૫ના ઠરાવથી નિમણુંક પામેલ અધ્યાપક સહાયકને તેઓની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે શરતો/સૂચનાઓને આધીન મંજૂરી આપવામાં આવી છે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગનો અધ્યાપક સહાયકના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય: પાંચ વર્ષની ફિક્સ પગારસેવાઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં ગણવાની મંજૂરી
⏺️ વર્ષ ૨૦૦૫ પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આનો લાભ મળશે. pic.twitter.com/ld1PyMjbNL
— Praful Pansheriya (@prafulpbjp) July 14, 2025
આ ઠરાવ હેઠળ અધ્યાપક સહાયકોને ચૂકવવાની થતી એરીયર્સની રકમ ત્રણ-ત્રણ મહિનાના ત્રણ સરખા હપ્તામાં ચૂકવવાશે. આ નિર્ણયથી અધ્યાપક સહાયકોને અંદાજે રૂ. ૧૦૦ કરોડ જેટલી સહાયની ચુકવણી કરવામાં આવશે. વર્ષ ૨૦૦૫ પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આનો લાભ મળશે.
ગુજરાતથી સીધા પંજાબ જતા આ એક્સપ્રેસ વે પર આજથી નહિ વસૂલાય Toll, મહત્વની જાહેરાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે