Home> Business
Advertisement
Prev
Next

'31 મે સુધી બેંક એકાઉન્ટમાં 500 રૂપિયા રાખવા જરૂરી, બાકી 4 લાખનું થશે નુકસાન'

બંને યોજનાઓ માટે પ્રીમિયમ એક વર્ષના સમયગાળા માટે છે. આ સમયગાળો પૂરો થતાંની સાથે જ, પ્રીમિયમ ફરી એકવાર જમા કરાવવાનું રહેશે. આ પછી જ ગ્રાહકોને વીમા કવચ મળે છે.
 

 '31 મે સુધી બેંક એકાઉન્ટમાં 500 રૂપિયા રાખવા જરૂરી, બાકી 4 લાખનું થશે નુકસાન'

નવી દિલ્હીઃ મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની છેલ્લી તારીખ 31 મે સુધી તમારે બેંક એકાઉન્ટમાં 500 રૂપિયા રાખવા પડશે. આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે આ તારીખે એક મહત્વની ડેડલાઇન ખતમ થઈ રહી છે. હકીકતમાં નરેન્દ્ર મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી હતી. આવી બે યોજનાઓ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાઈ) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાઈ) છે. આ યોજનાઓ વર્ષ 2015મા શરૂ કરવામાં આવી હતી, જે ગ્રાહકોને 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપે છે. આ બંને યોજનાઓને રિન્યૂ કરવાની ડેડલાઇન 31 મેએ ખતમ થઈ રહી છે.

fallbacks

શું છે તેનો મતલબ
જો તમે બંને યોજનાઓ માટે પ્રીમિયમ જમા કરો છો તો તમને 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. બંને યોજનાઓનું પ્રીમિયમ એક વર્ષના સમયગાળા માટે હોય છે. આ સમયગાળો ખતમ થાય એટલે ફરી પ્રીમિયમ જમા કરવું પડે છે. ત્યારબાદ ગ્રાહકોને વીમા કવર મળી જાય છે. આ યોજનાઓનું કુલ પ્રીમિયમ 500 રૂપિયાથી ઓછું છે.

યોજના વિશે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) એ એક વર્ષની જીવન વીમા યોજના છે જે કોઈપણ કારણોસર મૃત્યુને આવરી લે છે. 18-50 વર્ષની વય જૂથના લોકો આ માટે પાત્ર છે. જે લોકો 50 વર્ષની ઉંમર પૂર્ણ કરતા પહેલા આ યોજનામાં જોડાય છે તેઓ નિયમિત પ્રીમિયમ ચૂકવીને 55 વર્ષની ઉંમર સુધી જીવનનું જોખમ લઈ શકે છે. આ યોજના માટે પ્રીમિયમ વાર્ષિક રૂ. 436 છે. બદલામાં, 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ માત્ર 7 રૂપિયાની બચતથી મળશે 5000 રૂપિયાનું માસિક પેન્શન, જાણો આ યોજના વિશે

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
આ એક વર્ષની દુર્ઘટના વીમા યોજના છે, જે દુર્ઘટનાને કારણે મૃત્યુ કે દિવ્યાંગતા માટે કવરેજ પ્રદાન કરે છે. 18-70 વર્ષની ઉંમર વર્ગની વ્યક્તિ તેમાં સામેલ થઈ શકે છે. દુર્ઘટનાને કારણે મૃત્યુ કે દિવ્યાંગતા માટે 20 રૂપિયા પ્રતિ વર્ષના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા (આંશિક વિકલાંગતાના મામલામાં 1 લાખ રૂપિયા) નું દુર્ઘટના મૃત્યુ સહ વિકલાંગતા કવર મળે છે.

બંને યોજના હેઠળ નામાંકન ખાતાધારકે બેંકની શાખા/બીસી પોઈન્ટ કે બેંકની વેબસાઇટ પર જઈ કે પોસ્ટ ઓફિસ બચત ખાતાના મામલામાં પોસ્ટમાં કરી શકાય છે. યોજના હેઠળ પ્રીમિયમ ગ્રાહકના બેંક ખાતામાંથી દર વર્ષે ઓટો ડેબિટ કરવામાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More