Home> India
Advertisement
Prev
Next

4 કરોડની ગાડીમા ફરતો અંબાણી પરિવારના જિગરનો ટુકડો હવે નથી રહ્યો, પરિવાર પર તૂટ્યો દુખનો પહાડ

Anant Ambanis Pet Dog Happy Dies : અંબાણી પરિવારના વ્હાલા સભ્ય શ્વાન હેપ્પીએ દુનિયાને કહ્યું અલવિદા... અનંત અંબાણી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા.. અંબાણી પરિવાર ભાવુક થયો... હેપ્પી ૪ કરોડ કરોડની ગાડીમાં ફરતો 

4 કરોડની ગાડીમા ફરતો અંબાણી પરિવારના જિગરનો ટુકડો હવે નથી રહ્યો, પરિવાર પર તૂટ્યો દુખનો પહાડ

Who Is Happy Ambani : એશિયાના સૌથી ધનિક પરિવાર, અંબાણી પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ સમય છે, કારણ કે તેમના પ્રિય પાલતુ કૂતરા 'હેપ્પી' હવે નથી રહ્યો. હેપ્પી અનંત અંબાણીની ખૂબ નજીક હતો અને પરિવારના કોઈ સભ્યથી ઓછો નહોતો. તેની સંભાળ અને જીવનશૈલી કોઈપણ અમીર વ્યક્તિથી ઓછી ન હતી, અને તે અંબાણી પરિવારનો એક ભાગ બન્યો હતો. 

fallbacks

અનંત અંબાણીનો પ્રિય હતો હેપ્પી
અનંત અંબાણીના પાલતુ કૂતરા હેપ્પીનું 30 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કર્યું. પરિવારે તેમના પ્રિય પુત્ર હેપ્પી અંબાણીને શ્રદ્ધાંજલિ આપી, જેને તેઓ ઘરના સૌથી પ્રિય સભ્યોમાંના એક માનતા હતા. અંબાણી પરિવારના કૌટુંબિક ફોટા, લગ્ન સમારોહ અને કૌટુંબિક મેળાવડામાં હેપ્પીનું ખાસ સ્થાન હતું. પરંતુ હવે આખો પરિવાર પોતાના પ્રિય શ્વાનને ગુમાવ્યા બાદ દુઃખી છે. હેપ્પીના મૃત્યુ પછી, અંબાણી પરિવારે પણ એક સુંદર નોંધ શેર કરી છે.

હેપ્પીને અંબાણી પરિવારની શ્રદ્ધાંજલિ
અંબાણી પરિવારે હેપ્પીનું પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને લખ્યું, 'પ્રિય હેપ્પી, તમે હંમેશા અમારા ભાગ રહીશ અને અમારા હૃદયમાં જીવીશ. સ્વર્ગનો ફાયદો એ આપણું નુકસાન છે. અંબાણી પરિવારે હેપ્પીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે. હવે અંબાણી પરિવારના ચાહકો પણ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હેપ્પી કેટલો ધનવાન હતો?
અનંત અંબાણીના પ્રિય પાલતુ પ્રાણીની વૈભવી જીવનશૈલીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે પણ અનંત ક્યાંય જાય છે, ત્યારે હેપ્પી તેની સાથે ખાનગી જેટમાં મુસાફરી કરતો હતો. અંબાણી પરિવારમાં આ પાલતુ શ્વાનને પરિવારના સભ્ય જેવો ગણવામાં આવતો હતો. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારનો પાલતુ શ્વાન હેપ્પી 4 કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ G 400Dમાં ફરતો હતો. અંબાણી પરિવારની સુરક્ષામાં G 63 AMG જેવા ઉચ્ચ કક્ષાના વાહનોનો સમાવેશ થતો હતો, જ્યારે G 400d પાલતુ કૂતરા હેપ્પીની સુરક્ષા માટે હતી.  

 

જાનૈયા બનીને લગ્નમાં આવ્યો હતો 
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, હેપ્પી 3 કરોડ રૂપિયાની કિંમતની મર્સિડીઝ બેન્ઝ G4000d SUVમાં ફરતો હતો. અનંતે તેને પોતાના લગ્નમાં જાનૈયા બનાવ્યો હતો તેની સાથે એન્ટ્રી કરી હતી. જ્યાં ઈશા અંબાણી અને મુકેશ પણ હેપ્પી સાથે ફરતા જોવા મળ્યા હતા. બાદમાં, લગ્નની વિધિ દરમિયાન, હેપ્પી સ્ટેજ પર ફરતો જોવા મળ્યો, અને ઈશા અંબાણીની પુત્રી આદ્યા, લહેંગા પહેરેલી, તેની સાથે રમતી જોવા મળી. જેના ફોટા અને વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More