Aamir Khan: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને ગુરુવારે કહ્યું કે તે, શાહરૂખ ખાન અને સલમાન ખાન એક જ ફિલ્મમાં સાથે કામ કરવા માંગે છે અને તેના માટે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે. આમિરે તેના 60મા જન્મદિવસના એક દિવસ પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, દર્શકો પણ ખાન ત્રિપુટીને ફિલ્મમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
યોગ્ય સ્ક્રિપ્ટની જોઈ રહ્યા છે રાહ
અભિનેતાએ અહીં પત્રકારોને કહ્યું કે, સલમાન, શાહરૂખ અને મને સાથે કામ કરવાનું ગમશે... અમે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે, દર્શકો પણ અમને સાથે જોવા માંગે છે અને અમે આ અંગે ચર્ચા પણ કરી છે. જો સારી કહાની આવશે તો ચોક્કસ કરીશું.
સૂર્ય કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ 5 રાશિઓની બદલી જશે કિસ્મત; થશે માલામાલ!
ત્રણેય એક સાથે કામ કરતા નહોતા
ઉલ્લેખનીય છે કે, આમિર અને સલમાન 1994ની કોમેડી ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં સાથે જોવા મળ્યા હતા. જો કે, તેમણે ક્યારેય શાહરૂખ સાથે કો-એક્ટિંગ કર્યું નથી. જો કે, સલમાન અને શાહરૂખે 'કરણ અર્જુન' (1995), 'કુછ કુછ હોતા હૈ' (1998), 'હમ તુમ્હારે હૈ સનમ' (2005) અને 'પઠાણ' (2023) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
કુદરતનો કરિશ્મા કે કહેર? અહીં આકાશમાંથી થયો 'લોહી'નો વરસાદ!આ જોઈને લોકો થઈ ગયા હૈરાન
આ કાર્યક્રમમાં આમિરે રાજકુમાર સંતોષીની 'અંદાઝ અપના અપના'ના બહુપ્રતિક્ષિત બીજા ભાગની શક્યતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આપણે બધા ઈચ્છીએ છીએ કે ‘અંદાઝ અપના અપના 2’ બને. અમે રાજ જીને કહ્યું છે કે, અમે તેના પર કામ કરવા માંગીએ છીએ અને મને લાગે છે કે દર્શકો પણ આ ફિલ્મ જોવા માંગે છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ. હાલમાં તે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે