Home> Sports
Advertisement
Prev
Next

"ધર્મ બદલવા મારા પર દબાણ કરવામાં આવ્યું..." પાકિસ્તાની હિંદુ ક્રિકેટરે અમેરિકામાં વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

Pakistani Cricketer :  પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરે મોટો દાવો કર્યો છે. આ ક્રિકેટરે પાકિસ્તાનમાં ધાર્મિક ભેદભાવને કારણે તેમનું કરિયર બરબાદ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ક્રિકેટર કોણ છે અને તેમણે કોના પર આરોપ લગાવ્યા છે. 

Pakistani Cricketer : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ધાર્મિક ભેદભાવને કારણે તેમનું કરિયર બરબાદ થઈ ગયું હતું. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બોલતા, દાનિશ કનેરિયાએ પાકિસ્તાનમાં લઘુમતીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે ખુલ્લેઆમ વાત કરી. દાનિશ કનેરિયાના જણાવ્યા મુજબ, તેણે અને અન્ય લઘુમતી લોકોએ પાકિસ્તાનમાં થતા દુર્વ્યવહારના અનુભવો શેર કર્યા અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો. દાનિશ કનેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાનમાં ક્યારેય તે સન્માન અને માન્યતા મળી નથી જેમના માટે તેઓ લાયક હતા, જેના કારણે તેઓ આખરે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા.

fallbacks

પાપી પેટ શું શું કરાવે...પાકિસ્તાનનો આ ખેલાડી રસ્તા પર જલેબી વેચવા મજબૂર

'મારા પર વારંવાર ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું'

દાનિશ કનેરિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના પૂર્વ પાકિસ્તાન ક્રિકેટ ટીમના સાથી શાહિદ આફ્રિદીએ વારંવાર તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું. દાનિશ કનેરિયાએ ખુલાસો કર્યો કે જ્યારે ઇન્ઝમામ-ઉલ હક અને શોએબ અખ્તર જેવા કેટલાક ખેલાડીઓએ તેમને ટેકો આપ્યો હતો, ત્યારે શાહિદ આફ્રિદી સહિત અન્ય સાથી ખેલાડીઓએ તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી હતી અને તેમની સાથે ભોજન કરવાનું પણ ટાળ્યું હતું.

પાકિસ્તાની હિંદુ ક્રિકેટરનું દર્દ છલકાયું

ANI સાથે વાત કરતા દાનિશ કનેરિયાએ કહ્યું, મેં પણ ઘણા ભેદભાવનો સામનો કર્યો છે અને મારી કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. મને પાકિસ્તાનમાં એ સન્માન મળ્યું નહીં જે મને મળવું જોઈતું હતું. આ ભેદભાવને કારણે, હું આજે અમેરિકામાં છું. અમે જાગૃતિ લાવવા અને અમેરિકાને જણાવવા માટે વાત કરી કે આપણે કેટલું સહન કર્યું છે જેથી પગલાં લઈ શકાય.

સ્ટીવ સ્મિથ અને રહીમ બાદ આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ

પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમી

પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમનાર દાનિશ કનેરિયા પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર બીજા હિન્દુ ક્રિકેટર હતા. દાનિશ કનેરિયાએ 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ લીધી હતી. દાનિશ કનેરિયાએ 18 વનડેમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું, જેમાં તેણે 15 વિકેટ લીધી હતી. તે હજુ પણ ટેસ્ટમાં પાકિસ્તાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પાકિસ્તાન માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં દાનિશ કનેરિયા ચોથા ક્રમે છે. દાનિશ કનેરિયા પછી વસીમ અકરમ (414), વકાર યુનિસ (373) અને ઇમરાન ખાન (362)નો ક્રમ આવે છે. તમને જણાવી દઈએ કે ફિક્સિંગને કારણે પ્રતિબંધિત થયા બાદ દાનિશ કનેરિયાની કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More