Godhra Teaser Out: એમકે શિવાક્ષ દ્વારા નિર્દેશિત અને બી.જે. પુરોહિત દ્વારા નિર્મિત ફિલ્મ 'એક્સીડેન્ટ એન્ડ કોન્સ્પિરસી ગોધરા'નું ટીઝર બહાર આવ્યું છે. આ ફિલ્મ દ્વારા મેકર્સે 2002ના ગોધરા રમખાણોની સત્યતા બતાવવાનું વચન આપ્યું છે. આમાં તે અનેક સવાલો પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કોણ કોણ છે તે અંગે કોઈ માહિતી નથી પરંતુ તે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવશે.
ઉ.ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી;ગુજરાતમાં આગામી 24 કલાક છે ખુબ ભારે
એમકે શિવાક્ષ દિગ્દર્શિત 'એક્સીડેન્ટ એન્ડ કોન્સ્પિરસી ગોધરા'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 2002ના ગોધરા રમખાણો પર આધારિત ફિલ્મનું ટીઝર દર્શાવે છે કે ફિલ્મ રમખાણો પાછળનું સત્ય શોધવા માટે વધુ ઊંડાણમાં જશે. શું તે કાવતરું હતું કે ગુસ્સા કરવામાં આવેલપં કૃત્ય? આ ફિલ્મ એ જ દેખાડવાનું વચન આપે છે. આ ટીઝરની શરૂઆતમાં લખ્યું છે કે તે એક સત્ય ઘટના પર આધારિત છે.
‘GODHRA’ TEASER OUT NOW… #Godhra: Accident or Conspiracy teaser unveils… Directed by #MKShivaaksh… Produced by #BJPurohit and #RamKumarPal… In *cinemas* soon.#GodhraTeaser 🔗: https://t.co/jAI43tpalS pic.twitter.com/MquTPtQBZM
— taran adarsh (@taran_adarsh) May 30, 2023
જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે નકામું! તમામ બીચ આગામી 3 મહિના માટે બંધ
બી.જે. પુરોહિત દ્વારા નિર્મિત Accident or Conspiracy Godhraનું ટીઝર બહાર આવ્યું છે. શરૂઆતમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પર દોડતી જોવા મળે છે. આ પછી આ ટ્રેન પરનો ભયાનક હુમલો દર્શાવે છે. ફિલ્મ નિર્માતાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કયો મુદ્દો છે જેના કારણે કોમી રમખાણો થયા.
અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ચિંતા! જાણો આ વર્ષનું ચોમાસું કેટલા આની રહેશે?
ટીઝરમાં નાણાવટી કમિશનનો રિપોર્ટ જોવા મળ્યો
આ ટીઝરમાં મેકર્સ એ પણ કહેવાની કોશિશ કરી રહ્યા છે કે આ કોઈના કાવતરાનું પરિણામ હતું કે ગુસ્સામાં લોકોના કૃત્યનું પરિણામ. આટલું જ નહીં, ટીઝર એ પણ દર્શાવે છે કે તે નાણાવટી કમિશનનો રિપોર્ટ છે જેના પર ફિલ્મ આધારિત છે.
પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, અમદાવાદ મ્યુ. કોર્પોરેશને લીધા વધુ આકરા નિર્ણય
'ગોધરા રમખાણો' પર આ ફિલ્મ
ટીઝરમાં નાણાવટીના રિપોર્ટની ફાઇલ બતાવવામાં આવી છે, જેણે વર્ષ 2008માં તેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ ટીઝર ઘણા સવાલો પણ પૂછે છે કે આ ઘટના હતી કે ષડયંત્ર? તેનો ભોગ કોણ છે? આ સાથે વર્ષ 1948 થી વર્ષ 2002 સુધીના વર્ષો પણ દર્શાવવામાં આવ્યા છે. જોકે તેનો અર્થ શું છે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. જો કે તેની રિલીઝ ડેટ હજુ સુધી જાણી શકાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે