Home> Entertainment
Advertisement
Prev
Next

કસૌટી ઝિંદગી કી 2 માટે નવા મિસ્ટર બજાજ લગભગ ફાઇનલ, નામ જાણવા કરો ક્લિક...

કસૌટી ઝિંદગી કી 2માં ટૂંક સમયમાં જ કોમોલિકાનો પર્દાફાશ થશે અને ફરી પ્રેરણા અને અનુરાગ એકબીજાના થવાના છે. પરંતુ આ વાર્તામાં મિસ્ટર બજાજના નામનો હવે ટ્વિસ્ટ આવશે.

કસૌટી ઝિંદગી કી 2 માટે નવા મિસ્ટર બજાજ લગભગ ફાઇનલ, નામ જાણવા કરો ક્લિક...

મુંબઈ : કસૌટી ઝિંદગી કી 2માં ટૂંક સમયમાં જ કોમોલિકાનો પર્દાફાશ થશે અને ફરી પ્રેરણા અને અનુરાગ એકબીજાના થવાના છે. પરંતુ આ વાર્તામાં મિસ્ટર બજાજના નામનો હવે ટ્વિસ્ટ આવશે. શોમાં ટૂંક સમયમાં જ મિસ્ટર બજાજની એન્ટ્રી થશે. આ રોલ માટે અલગઅલગ નામે સામે આવી રહ્યા છે પણ આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. જોકે મિસ્ટર બજાજના પાત્ર માટે કરણ વાહી, સમીર કોચર, એજાઝ ખાન અને હિતેન તેજવાણીના નામની ચર્ચા છે. 

fallbacks

કરણ ઓબેરોય રેપકાંડમાં નવો વળાંક, કોર્ટે આદેશ આપ્યો કે...

રિપોર્ટ પ્રમાણે એકતા કપૂરે હવે સિરિયલમાં મિસ્ટર બજાજના રોલ માટે એક્ટરને ફાઇનલ કરી દીધો છે અને આ એક્ટર છે કરણ વાહી. રિપોર્ટ પ્રમાણે કરણે પોતાનો કોન્ટ્રાક્ટ પણ સાઇન કરી લીધો છે. માનવામાં આવે છે કે કરણને તેના ડેશિંગ લુકને કારણે પસંદ કરવામાં આવ્યો છે અને કરણ બહુ જલ્દી શો માટે નવો પ્રોમો શૂટ કરશે. 

fallbacks

હાલ શોના પ્લોટમાં દેખાડવામાં આવી રહ્યું છે કે શોમાં અનુરાગના પિતા મોલોય બાસુ સ્વસ્થ થઈ ગયા છે અને તે કોમોલિકાનો અસલી ચહેરો બધાની સામે લાવશે. કોમોલિકાએ મોલોય બાસુના એક્સિડેન્ટનો પ્લાન કરી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેઓ સત્ય જાણતા હતા. પરંતુ તેમનું મોત થવાના કારણે તેઓ કોમામાં જતા રહ્યા હતા. આ સિવાય પ્રેરણા પિતાને પણ કોમોલિકાએ મરાવ્યા હતા. શોમાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More