Home> Entertainment
Advertisement
Prev
Next

કરણ ઓબેરોય રેપકાંડમાં નવો વળાંક, કોર્ટે આદેશ આપ્યો કે...

કરણ ઓબેરોય છેલ્લે અમેઝોન પ્રાઈમની વેબ સીરિઝ ‘ઈનસાઈડ એજ’માં જોવા મળ્યો હતો. કરણ ઓબેરોયે 1995માં સીરિયલ સ્વાભિમાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તે જસ્સી જેસી કોઈ નહીં અને ઝિંદગી બદલ શકતી હૈ જેવા શોમાં પણ જોવા મળ્યો હતો.

કરણ ઓબેરોય રેપકાંડમાં નવો વળાંક, કોર્ટે આદેશ આપ્યો કે...

નવી દિલ્હી : મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ટેલિવિઝન એક્ટર અને ગાયક કરણ ઓબેરોયને એક મહિલા સાથે દુષ્કર્મ તેમજ બ્લેકમેઇલ કરવાના મામલામાં 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ટીવી એક્ટર કરણ સિંહ ઓબેરોય પર કથિત રીતે એક મહિલા જ્યોતિષીને લગ્નનો વાયદો કરીને તેનો રેપ કરવાનો આરોપ મુકવામા આવ્યો છે. આ મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપીએ તેને લગ્નનો વાયદો કરીને પછી રેપ કર્યો અને પછી વીડિયો બનાવીને બ્લેકમેઇલ પણ કરી. આ મહિલાએ કરણ તેની પાસેથી પૈસા માગી રહ્યો હોવાનો વીડિયો પણ જાહેર કર્યો છે. 

fallbacks

મહિલાની ફરિયાદ પ્રમાણે આ બંનેની મુલાકાત 2016માં એક ડેટિંગ એપ પર થઈ હતી. આ પછી બંને મિત્રો બની ગયા અને મળવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે એક્ટરે તેને તેના ઘરે બોલાવી હતી અને ત્યાં તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. સાથે જ આરોપ લગાવતા કહ્યું કે કથિત રીતે તેણે તેને નારિયેળ પાણી પીવડાવ્યું હતું અને બાદમાં તે બેભાન થઈ ગઈ હતી. મહિલાએ કહ્યું કે આ દરમિયાન આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને ફોન દ્વારા વીડિયો ક્લિપ ઉતારી લીધી. કરણ પર મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ બ્લેકમેલ કરવાનો આરોપ છે. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કલમ 376 (રેપ) અને 384 (પૈસા વસૂલવા, ધમકી આપવી) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

કંગનાની હૃતિકને ધોબીપછાડ, વેરવિખેર કરી નાખ્યું પર્ફેક્ટ પ્લાનિંગ 

કરણ ઓબેરોય છેલ્લે અમેઝોન પ્રાઈમની વેબ સીરિઝ ‘ઈનસાઈડ એજ’માં જોવા મળ્યો હતો. કરણ ઓબેરોયે 1995માં સીરિયલ સ્વાભિમાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તે જસ્સી જેસી કોઈ નહીં અને ઝિંદગી બદલ શકતી હૈ જેવા શોમાં પણ જોવા મળ્યો હતો. કરણ ઓબેરોય એક્ટર હોવાની સાથે-સાથે એન્કર અને સિંગર પણ છે. માહિતી પ્રમાણે કરણ ઓબેરોયનું ટીવી એક્ટ્રેસ મોના સિંહ સાથે અફેર હતું. બંનેની મુલાકાત વર્ષ 2006માં થઈ હતી. આ બંનેની સગાઈ પણ થઈ હતી પણ લગ્ન થઈ શક્યા નહોતા.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More