Shreyas Talpade death news : બોલિવુડ અને મરાઠી ફિલ્મોના જાણીતા એક્ટર શ્રેયસ તલપડેની મોતની અફવાથી ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાંએક પોસ્ટમાં તેમના મોતની ફેક ખબર આવી હતી, જેને સાંભળીને લોકો શોક્ડ થઈ ગયા હતા. જ્યારે આ ખબર એક્ટર સુધી પહોંચી ત્યારે તેમણે ઈન્સ્ટાગ્રામ પર લાંબીલચક પોસ્ટ મૂકી છે.
શ્રેયસ તલપડેએ આ પોસ્ટમાં જણાવ્યું કે, તે હજી જીવે છે અને ખુશ છે અને સ્વસ્થ છે. આ સાથે જ શ્રેયસે પોતાના ચાહકોનો આભાર માન્યો છે. શ્રેયસ તલપડેને લઈને સોશિયલ મીડિયા પર એક ફેક પોસ્ટ વાયરલ થઈ છે, જેને લઈને હવે બધુ સ્પષ્ટ થઈ ગયું છે.
હું હજી જીવિત છું
તેમણે લખ્યું કે, હું બધાને બતાવવા માંગું છું કે, હું હજી જીવતો છું. હું ખુશ છું અને હેલ્ધી છું. આ પોસ્ટ વિશે મને માલૂમ પડ્યું, જેમાં મારા મોતનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હું સમજુ છું કે, હ્યુમરને લઈને પોતાની એક જરૂર હોય છે, જ્યારે તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનાથી ખરુ નુકસાન થાય છે. જે કોઈએ પણ તેને મજાકની રીતે શરૂ કર્યું છે, તેનાથી હવે મને ટેન્શન આવી રહ્યું છે અને એ લોકોના ઈમોશન સાથે રમત રમાય છે, જેઓ મારા માટે ચિંતાતુર છે. ખાસ કરીને મારો પરિવાર.
‘મારી નાની છોકરી જે રોજ શાળાએ જાય છે તે પરેશાન છે’
શ્રેયસે આગળ લખ્યું, 'મારી નાની છોકરી, જે દરરોજ શાળાએ જાય છે, તે મારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને જાણવા માંગે છે કે હું ઠીક છું. આ ખોટા સમાચારથી તેણી વધુ ડરી ગઈ છે, તેણીએ તેના શાળાના શિક્ષકો અને મિત્રોની વધુ પૂછપરછ શરૂ કરી છે. જે લોકો મારા મૃત્યુના ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે, તેઓએ તેને રોકવું જોઈએ અને તેની અસર વિશે વિચારવું જોઈએ. કેટલાક લોકો વાસ્તવમાં મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને આ રીતે રમૂજનો ઉપયોગ થતો જોઈને હ્રદયસ્પર્શી છે.
‘આવું કોઈની સાથે ન કરો’
તેણે કહ્યું, 'માત્ર તે વ્યક્તિ જ નહીં, જે તેની સાથે સંકળાયેલા છે, જેમ કે પરિવાર અને ખાસ કરીને નાના બાળકો કે જેઓ આ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, કૃપા કરીને તેને રોકો. આ કોઈની સાથે ન કરો, હું નથી ઈચ્છતો કે તમારી સાથે આવું થાય... તેથી કૃપા કરીને સંવેદનશીલ બનો.
‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક
તમને જણાવી દઈએ કે ‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગ દરમિયાન શ્રેયસને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, અભિનેતા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
ગુજરાતીઓ જ્યા સૌથી વધુ જવા માંગે છે, એ દેશે સ્ટુડન્ટ વિઝા ફી ડબલ કરી દીધી!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે