ઝી બ્યુરો/સુરત: શહેરમાં સતત હત્યાનો સિલસિલો જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વોને જાણે પોલીસની આખી વર્દીનો ખોફ ના હોય તે પ્રમાણે એક પછી એક હત્યાને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક હત્યા સુરતના લિંબાયત વિસ્તારમાં થતા પોલીસ દોડતી થઈ છે.
લિંબાયતના રૂક્ષ્મણીનગરમાં સરાજાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. બાલુ અને પાંડુનાં અડ્ડા નજીક એક વિદ્યાર્થીનું સરજાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનાં બનાવથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માગ કરી હતી.
આવતીકાલે ભારત બંધનું એલાન: ગુજરાતમાં થશે અસર? જાણો કોણે અને શા માટે બંધનું કર્યું...
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા બાલુ અને પાંડુના અડ્ડા નજીક રોહન નામનાં વિદ્યાર્થીનું સરજાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. સૂત્રો મુજબ, દિપક નામના યુવકે આ હત્યાને અંજામ આપ્યો હતો. જો કે, હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. પરંતુ, વિદ્યાર્થીની સરજાહેરમાં હત્યાથી મૃતકનાં પરિવાર સહિત લોકોમાં ભારે રોષ છે. આજે મોટી સંખ્યામાં લોકો લિંબાયત પોલીસ સ્ટેશન નજીક પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા પહોંચ્યા હતા. પરંતુ, લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથ લીધા હતા. દરમિયાન, લોકોનો રોષ વધુ ઉગ્ર થતાં લિંબાયત પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી.
આ ગામડું છે વિશ્વનું સૌથી પૈસાદાર, ખાલી બેંકોમાં જ પડી છે 7000 કરોડની ડિપોઝીટ!
દરમિયાન, એક મહિલાને પુરુષ પોલીસે પકડવાનો પ્રયાસ કરતા લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ કહ્યું કે, વિદ્યાર્થીનું ગળું કાપીને સરજાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને ઝડપી ન્યાયની માગ કરી હતી. સાથે જ લોકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સ્કૂલની બાજીમાં જ દારૂનો અડ્ડો ધમધમે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કે, રોહનની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે હત્યારો દિપક હાલ પણ પોલીસ પકડથી દૂર છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 19 વર્ષીય હત્યારા દીપક પાટીલનું એક યુવતી સાથે અફેર હતું. જે યુવતી સાથેના મૃતક પાસે ફોટો હતા. રોહન હત્યારા દીપકને યુવતીના ફોટોને લઈ બ્લેકમેલ કરતો હતો.
શું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમ
અગાઉ દીપકે તેને એકવાર 2 હજાર અને બીજીવાર 3 હજાર આપ્યા હતા. છતાં તે રક્ષાબંધનના દિવસે રોહન પાછો 5 હજારની માંગણી કરતો હતો. જેના કારણે દીપકે હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ છે. મૃતક રોહનને એક ભાઈ અને એક બહેન છે. રોહન ધો.12 પાસ કરીને આર્મીની પરીક્ષાની તૈયારી કરતો હતો. હત્યારો દીપક પાટીલ સાડી પેકિંગની મજૂરી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે