Home> Entertainment
Advertisement
Prev
Next

બે વર્ષની થઈ અદનાન સામીની દીકરી, મળી આટલા લાખની ગિફ્ટ

મદીનાએ 8 મેના દિવસે પોતાનો બીજો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. ભારતીય નાગરિક બનેલાં પાકિસ્તાનના પૂર્વ નાગરિક અને પ્રસિદ્ધ સિંગર અદનાન સામીએ જણાવ્યું હતું કે, મેં મારી દીકરી મદીના માટે સ્મોકિંગની 20 વર્ષ જૂની આદત છોડી દીધી હતી.

બે વર્ષની થઈ અદનાન સામીની દીકરી, મળી આટલા લાખની ગિફ્ટ

નવી દિલ્હી : દરેક માતા-પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ ગિફ્ટ આપવા માગે છે પણ અદનાન સામીએ તો પોતાની બે વર્ષની દીકરીને લાખોની ગિફ્ટ આપીને બધાને ચોંકાવી દીધા છે. હાલમાં તેણે પોતાની દીકરીના બીજા જન્મદિવસ પર કિંમતી સ્ટ્રોલર ગિફ્ટ કર્યું છે. અદનાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગિફ્ટની તસવીર શેયર કરી છે જેમાં બ્રિટીશ ઓટોમોબાઇલ નિર્માતા કંપની એસ્ટર માર્ટિન દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોલર પર તેની દીકરી છે જેની કિંમત 4,500 ડોલર (3,14,696 રૂપિયા) છે. 

fallbacks

fallbacks

અદનાને કહ્યું છે કે મને કારનો શોખ છે અને હું એસ્ટર માર્ટિનની જે કાર વાપરું છું એમાં જેવું લેધર વપરાયું છે એવું જ લેધર આ સ્ટ્રોલરમાં પણ વાપરવામાં આવ્યું છે. હું મદીનાને એક ખાસ ગિફ્ટ આપવા ઇચ્છતો હતો અને મને આ સ્ટ્રોલર બેસ્ટ લાગ્યું. મદીનાએ 8 મેના દિવસે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને હજી પણ એનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. 

ભારતીય નાગરિક બનેલાં પાકિસ્તાનના પૂર્વ નાગરિક અને પ્રસિદ્ધ સિંગર અદનાન સામીએ જણાવ્યું હતું કે, મેં મારી દીકરી મદીના માટે સ્મોકિંગની 20 વર્ષ જૂની આદત છોડી દીધી હતી. અદનાને કહ્યું હતું કે, હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું. હું એક દિવસમાં 40 સિગરેટ પીતો હતો, પરંતુ મે મહિનામાં દીકરીનો જન્મ થયાં બાદ જાન્યુઆરી મહિનામાં સ્મોકિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More