Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: બિહારના શિવહરમાં બૂથ પર હોમગાર્ડથી ચાલી ગોળી, મતદાન કર્મી ઘાયલ

શિવહરમાં ડુમરી કટસરીના 275 નંબરના બૂથમાં એક જવાન પોતાની બંદૂક સંભાળવા ગયો એવામાં તેનાથી ગોળી ચાલી ગઈ હતી, જે એક પોલીંગ અધિકારીના પેટમાં વાગી હતી. 
 

લોકસભા ચૂંટણી 2019: બિહારના શિવહરમાં બૂથ પર હોમગાર્ડથી ચાલી ગોળી, મતદાન કર્મી ઘાયલ

શિવહરઃ બિહારના શિવહરમાં મતદાન પ્રક્રાયા શરૂ થવાની સાથે જ એક મોટી ઘટના જોવા મળી છે. અહીં, શિવહરમાં ડુમરી કટસરીના 275 નંબરના બૂથમાં એક જવાન પોતાની બંદૂક સંભાળવા ગયો એવામાં તેનાથી ગોળી ચાલી ગઈ હતી, જે એક પોલીંગ અધિકારીના પેટમાં વાગી હતી. 

fallbacks

ગોળી ચાલતાં થોડા સમય માટે મતદાન મથકમાં પણ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ગોળી મતદાન અધિકારીના પેટમાં આર-પાર નિકળી ગઈ હતી, જેના કારણે મતદાન અધિકારી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મતદાન અધિકારીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં તાત્કાલિક સારવાર આપ્યા બાદ અધિકારીને બીજા શહેરમાં મોટી હોસ્પિટલમાં રિફર કરાયો છે. 

જૂઓ LIVE TV....

ઉલ્લેખનીય છે કે, બિહારમાં 8 લોકસભા બેઠક - વાલ્કિમકી નગર, પશ્ચિમ પંચારણ, પૂર્વ પંચારણ, શિવહર, વૈશાલી, ગોપાલગંજ, સીવાન અને મહારાજગંજ પર છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલું છે. શિવહરમાં થયેલી આ ઘટનાથી હાજર ચૂંટણી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. 

લોકસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More