Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: મુંબઇમાં પગ મૂકતાની સાથે જ Kangana Ranaut એ CM ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો પડકાર

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મુંબઇ (Mumbai) પહોંચી ગઈ છે. મુંબઇ પહોંચીને તરત જ કંગના રનૌતે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા છે. BMCની કાર્યવાહી પર કંગના રનૌતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આ જે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારુ ઘમંડ તૂટશે. બધાનો સમય એક જેવો રહેતો નથી. 

VIDEO: મુંબઇમાં પગ મૂકતાની સાથે જ Kangana Ranaut એ CM ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો પડકાર

મુંબઇ: અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મુંબઇ (Mumbai) પહોંચી ગઈ છે. મુંબઇ પહોંચીને તરત જ કંગના રનૌતે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા છે. BMCની કાર્યવાહી પર કંગના રનૌતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આ જે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારુ ઘમંડ તૂટશે. બધાનો સમય એક જેવો રહેતો નથી. 

fallbacks

ઓફિસ ભલે તૂટી પણ કંગનાનો જુસ્સો એકદમ અડીખમ, અભિનેત્રી મુંબઇ પહોંચી

કંગના રનૌતે એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. કંગનાએ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે તે ફક્ત રામ મંદિર જ નહીં પરંતુ હવે કાશ્મીર ઉપર પણ ફિલ્મ બનાવશે. કંગનાએ જે વીડિયો ટ્વિટ કર્યો છે તેમાં તે કહે છે કે "તમને શું લાગે છે...ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડીને મારી સાથે બહુ મોટો બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યું છે કાલે તમારુ ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. એક જેવો સમય રહેતો નથી." 

બોમ્બે HCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCનું નાક કાપ્યું, આપ્યો આ આદેશ

વીડિયો (Video) માં તેણે કહ્યું કે "તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે કે કારણ કે મને ખબર તો હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીત્યું હશે, આજે મેં તે મહેસૂસ કર્યું છે. હું દેશને વચન આપું છું કે હું ફક્ત અયોધ્યા પર જ નહીં પરંતુ કાશ્મીર ઉપર પણ એક ફિલ્મ બનાવીશ. દેશવાસીઓને જગાડીશ."

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી કંગના રનૌત અને મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેના વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે. જે આજે તો ચરમસીમાએ પહોંચી ગયો. હકીકતમાં સુશાંત સિંહ રાજપૂતના મુદ્દે બોલતા બોલતા કંગના મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસનો વિરોધ કરવા લાગી. એટલે સુધી કે તેણે મુંબઇને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ગણાવી દીધુ. આ વિવાદ એટલો વધી ગયો કે બુધવારે સવારે  બીએમસીએ કંગનાની ઓફિસને ગેરકાયદેસર  ગણાવીને તોડફોડ કરી. 

આ વિવાદ વચ્ચે કંગના આજે મુંબઇ આવી ગઈ. કંગનાએ ઘરે પહોંચતા જ વીડિયો પોસ્ટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું. આ બાજુ કંગનાના વકીલે દાવો કર્યો છે કે બીએમસીના અધિકારીઓ પાલી હીલમાં લોકોને ધમકાવી રહ્યાં છે કે તેઓ કંગનાનો બોયકોટ કરે. 

BMCએ ઓફિસમાં કરી તોડફોડ, કંગનાએ કહ્યું- 'ફરી બનશે રામ મંદિર, જય શ્રી રામ'

શરદ પવારે તોડફોડને ગણાવી બિનજરૂરી
કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ બીએમસી (BMC) એ જે કાર્યવાહી કરી ત્યારબાદ બીએમસી અને શિવસેના (Shivsena) ની સાથે મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. જો કે આ મામલે હવે તેમના દાવ ઊંધા પડી  રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઉપરાંત વિરોધ પક્ષ ભારત અને સોશિયલ મીડિયા ઉપર પણ શિવસેના, બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર લોકોના નિશાના પર આવી ગયા છે. એટલું જ નહીં સત્તાધારી  ગઠબંધનના  ભાગીદાર એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. પવારે કંગનાની મુંબઇ ખાતેની ઓફિસ પર બુલડોઝર ચલાવાયા બાદ આકરી પ્રતિક્રિયા આપતા તેને બિલકુલ બિનજરૂરી કાર્યવાહી ગણાવી છે. 

એનસીપી ચીફે કહ્યું કે મુંબઇમાં આવી અનેક ગેરકાયદેસર ઈમારતો છે. આવામાં બીએમસીના અધિકારીઓએ આવો નિર્ણય કેમ લીધો? એ જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે બીએમસીની કાર્યવાહીએ બિનજરૂરી રીતે લોકોને તક આપી કે તેઓ તેના પર બોલે. શરદ પવારની આ ટિપ્પણીથી ઠાકરે સરકાર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. 

કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCને હવે શરદ પવારે મારી લપડાક, જાણો શું કહ્યું?

અત્રે જણાવવાનું કે બીએમસી પર શિવસેનાનો કબ્જો છે. આ ઉપરાંત રાજ્યમાં પણ પાર્ટી સત્તામાં છે. તાજેતરમાં શિવસેના નેતા સંજય રાઉત અને કંગના રનૌત વચ્ચેનું શાબ્દિક યુદ્ધ રાજકીય ઘમાસાણમાં ફેરવાઈ ગયું. કંગનાએ મુંબઇને પીઓકે ગણાવતા અસુરક્ષિત હોવાની વાત કરી તો હિમાચલ પ્રદેશ સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે તેમને વાય શ્રેણીની સુરક્ષા આપી દીધી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More