Home> Entertainment
Advertisement
Prev
Next

'આ તો ખાલી એક બ્રા છે...', તનુશ્રી બાદ હવે આ અભિનેત્રીએ કર્યો પ્રોડ્યુસરની હરકતનો ખુલાસો

તનુશ્રી બાદ અન્ય એક અભિનેત્રીએ પણ મોરચો માંડ્યો છે. 

'આ તો ખાલી એક બ્રા છે...', તનુશ્રી બાદ હવે આ અભિનેત્રીએ કર્યો પ્રોડ્યુસરની હરકતનો ખુલાસો

મુંબઈ: હાલ તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકરનો વિવાદ ખુબ ચગ્યો છે. એક ઈન્ટરવ્યુંમાં તનુશ્રીએ નાના પાટેકર ઉપર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ બોલિવૂડમાં હોબાળો મચ્યો છે. બોલિવૂડના અન્ય સિતારા પ્રિયંકા ચોપરા, પરિણીતિ ચોપરા અને ફરહાન અખ્તર જેવા મોટા લોકો પણ તેના સપોર્ટમાં આવ્યાં છે. તનુશ્રી બાદ અન્ય એક અભિનેત્રીએ પણ મોરચો માંડ્યો છે. 

fallbacks

સપના પબ્બીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની સાથે ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સપનાએ પોતાની સાથે ઘટેલી ઘટના વિશે જણાવતા કહ્યું કે બધી મહિલાઓએ કોઈ પણ મહિલા સાથે ઘટેલા આ ઘટના મામલે મુદ્દે હંમેશા તેના સમર્થનમાં ઊભા રહેવું જોઈએ. 

પોતાની પોસ્ટમાં સપનાએ લખ્યું કે ચાલો હવે આપણે એકબીજાને એકલા નહીં છોડીએ. જ્યારે પણ કોઈ મહિલા સાથે કઈંક ખોટું થાય તો આપણે તેના માટે અવાજ ઉઠાવવો જોઈએ. આવું ક્યારેક તમારી સાથે પણ ઘટી શકે છે અને તમારે તે વખતે બીજાના સાથની જરૂર પડશે. 

આ સાથે સપનાએ પોતાની સાથે ઘટેલી એક ઘટના અંગે જણાવતા કહ્યું કે એકવાર તે એક ગીતનું શુટિંગ કરી રહી હતી. ત્યારે આ ઘટના ઘટી હતી. લાંબી પોસ્ટમાં તેણે જણાવ્યું કે 'મારા મેઈલ પ્રોડ્યુસરે કહ્યું કે મારી સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે અને હું રિવીલિંગ બ્રા પહેરવામાં નખરા કરી રહી છું. તેમણે તે રિવીલિંગ બ્રા અંગે ખુબ સરળતાથી કહી દીધુ કે આ તો માત્ર એક બ્રા છે સપના'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More