Home> Entertainment
Advertisement
Prev
Next

Whattt! અજય દેવગને ટ્વિટર પર શેયર કરી દીધો કાજોલનો Whatsapp નંબર 

કાજોલનો નંબર સાર્વજનિક કરવા પાછળનું કારણ પણ અજયે જણાવી દીધું

Whattt! અજય દેવગને ટ્વિટર પર શેયર કરી દીધો કાજોલનો Whatsapp નંબર 

મુંબઈ : બોલિવૂડ સ્ટાર અજય દેવગને પોતાની એક હરકતને કારણે પત્ની કાજોલની સમસ્યામાં જબરદસ્ત વધારો કરી દીધો છે. હકીકતમાં અજયે કાજોલનો પર્સનલ નંબર ટ્વિટર પર શેર કરી દીધો છે! સોમવારે અજયના ફોલોઅર્સ એ વખતે દંગ રહી ગયા જ્યારે તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી પત્ની કાજોલનો વ્હોટ્સએપ નંબર શેર કરી દીધો. અજયે લખ્યું કે, કાજોલ દેશમાં નથી. તેની સાથે આ નંબર પર સંપર્ક કરો.

fallbacks

અજયની આ હરકતને કારણે તેના ફેન્સ ટ્રોલ પણ કરવા લાગ્યા. કોઈ એ સમજી શકતું નહોતું કે, અજયે આખરે આવું કેમ કર્યું. હજુ કાજોલ તરફથી એ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી કે, અજયે તેનો નંબર કેમ શેર કરી દીધો.

આખરે અજયે બીજી ટ્વિટમાં સ્પષ્ટતા કરી છે કે ફિલ્મ સેટ પર ચાલી રહેલી મજાક મસ્તીમાં તમને શામેલ કરવા માટે આ પગલું લેવાયું છે. અજય દેવગને જે નંબર આપ્યો છે તે કોઈ સ્પેશ્યિલ ફોન નંબર જેવો લાગી રહ્યો છે. વોટ્સએપ પર આ નંબર કાજોલની તસવીર સાથે સેવ છે. આ નંબર પર કોલ કરવામાં આવ્યો તો કાજોલની અવાજમાં રેકોર્ડેડ મેસેજ મળ્યો, "હાય હું કાજોલ, હું તમારો કોલ રીસિવ કરી શકતી નથી. મહેરબાની કરીને ટેક્સ્ટ અથવા વોઈસ મેસેજ મોકલો, થેંક્સ." 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More