Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડના 'ખેલાડી' અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં, કરી આ ખાસ અપીલ

બોલીવુડથી સતત કોરોના વાયરસને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. હવે સુપરસ્ટાર અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ વાતની જાણકારી તેમણે પોતાના ફેન્સને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આપી. અક્ષયકુમાર બોલીવુડમાં સૌથી બીઝી કલાકારોમાંથી એક છે. 2020માં કોરોના લોકડાઉન હટ્યા બાદથી તેઓ સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મો સમયસર પૂરી કરવામાં લાગ્યા છે.

બોલીવુડના 'ખેલાડી' અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં, કરી આ ખાસ અપીલ

નવી દિલ્હી: બોલીવુડથી સતત કોરોના વાયરસને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. હવે સુપરસ્ટાર અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ વાતની જાણકારી તેમણે પોતાના ફેન્સને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આપી. અક્ષયકુમાર બોલીવુડમાં સૌથી બીઝી કલાકારોમાંથી એક છે. 2020માં કોરોના લોકડાઉન હટ્યા બાદથી તેઓ સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મો સમયસર પૂરી કરવામાં લાગ્યા છે.

fallbacks

અક્ષયકુમારે જણાવ્યું કે તેમને કોરોના થયો છે અને હાલ હોમ ક્વોરન્ટિન છે. જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે હું બધાને જણાવવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 

તેમણે વધુમાં લખ્યું કે તમામ પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખતા મેં મારી જાતને આઈસોલેટ કરી છે. હું હોમ ક્વોરન્ટિન છું. જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યો છું. હું મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખું છું. જલદી એક્શનમાં પાછો ફરીશ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More