Home> Gujarat
Advertisement
Prev
Next

જાણિતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન

જાણિતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિનું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું.   

જાણિતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન

વડોદરા: મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી છે. જાણિતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિનું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું.   

fallbacks

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર હતા. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. 
fallbacks
Police અને ભાજપના કાર્યકર્તાઓ શરમ આવે તેવી બાથમબાથી સર્જાઇ,ભાજપના નેતાએ પોલીસવડા ને ફોન પર ખખડાવ્યા

તેમને 2004 માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More