Home> Entertainment
Advertisement
Prev
Next

આ દિવસે રિલીઝ થશે 'મિશન મંગલ'નું ટ્રેલર, ફિલ્મ માટે નવા Poster માં સાથે જોવા મળ્યા અક્ષય-વિદ્યા

અક્ષય કુમારની સ્વતંત્રા દિવસ પર રિલીઝ થઇ રહેલી ફિલ્મ 'મિશન મંગલ' સતત સમાચારો છવાયેલી છે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલા ફિલ્મનું ટીઝર પહેલાંથી જ ચર્ચામાં છે. આ દરમિયાન 'મિશન મંગલ' ના નવા પોસ્ટર સાથે તેના ટ્રેલરની ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ દિવસે રિલીઝ થશે 'મિશન મંગલ'નું ટ્રેલર, ફિલ્મ માટે નવા Poster માં સાથે જોવા મળ્યા અક્ષય-વિદ્યા

નવી દિલ્હી: અક્ષય કુમારની સ્વતંત્રા દિવસ પર રિલીઝ થઇ રહેલી ફિલ્મ 'મિશન મંગલ' સતત સમાચારો છવાયેલી છે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલા ફિલ્મનું ટીઝર પહેલાંથી જ ચર્ચામાં છે. આ દરમિયાન 'મિશન મંગલ' ના નવા પોસ્ટર સાથે તેના ટ્રેલરની ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. 18 જુલાઇના રોજ ફિલ્મના ટ્રેલરને આઉટ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહેલી આ ફિલ્મને દેશની એવી સફળતા વિશે બતાવશે જે ઇતિહાસના પાનાઓમાં નોંધાઇ ચૂકી છે. 

fallbacks

ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું કે એક કહાની, જેને સ્પેસ સાયન્સની પરિભાષામાં બદલી દીધી. તૈયાર થઇ જાવ. 18 જુલાઇના રોજ સામે આવશે 'મિશન મંગલ'નું ટ્રેલર. 

આવે છે મલ્ટીસ્ટારર ફિલ્મની કહાની
ફિલ્મમાં અક્ષય એક વૈજ્ઞાનિકનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મમાં અક્ષયનું નામ રાકેશ ધવન છે જે આ મિશનના હેડ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ મિશન મંગલની ટીમમાં તારા શિંદે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નૂ), એકા ગાંધી (સોનાક્ષી સિન્હા), શરમન જોશી (પરમેશ્વર નાયડૂ), નેહા સિદ્દીકી (કૃતિ કુલ્હારી) જોવા મળી રહ્યા છે.

આગામી પેઢીને ફિલ્મ કરશે પ્રેરિત
તમને જણાવી દઇએ કે પહેલા ફોક્સ સ્ટાર હિંદીના સત્તાવાર ટ્વિટર પેજ પર એક પોસ્ટમાં લખ્યું છે કે આ અસાધારણ સફરનો ભાગ બનવા માટે તમારો ધન્યવાદ અક્ષય કુમાર! આગામી પેઢીને પ્રેરિત કરવા માટે અમે તમારા સારાથી બીજા કોઇને વિચારી ન શકીએ. મંગલ ગ્રહ પર ભારતના અંતરિક્ષ અભિયાનની સાચી કહાની માટે તૈયાર થઇ જાય, હૈશટૈગ મિશન મંગલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More