ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થીનીને પણ ઈજા પહોંચી હતી. વહેલી સવારે 7.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-11માં ભણતી હેતાંશી પટેલ નામની વિદ્યાર્થીની પોતાના ઘરેથી ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી. તે એક્ટીવા પર તેની બહેનપણી સાથે નીકળી હતી. વહેલી સવારે 7.30 કલાકે ડમ્પર અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હેતાંશી પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અમદાવાદ રાઈડ અકસ્માતને કારણે એક માસુમનો પગ કપાયો, હવે આજીવન અપંગ બનીને રહેવું પડશે
અકસ્માત બાદ ડમ્ફર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો હતો. તો બીજી તરફ, માસુમ હેતાંશીનો મૃતદેહ જોઈને તેના માતાપિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોતાની વ્હાલસોયીને ગુમાવવાથી તેઓએ રોડ વચ્ચે જ ભારે આક્રંદ કર્યો હતો. ટ્રાફિક પોલીસ એફ ડિવીઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર તપાસ શરૂ કરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે