Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા-સલમાન ખાનની જોડી કરશે ધમાલ, ભણશાલીની આ ફિલ્મમાં થઈ એન્ટ્રી

છેલ્લા ઘણા દિવસથી સંજય લીલા ભલસાણીની આગામી ફિલ્મના સ્ટારકાસ્ટને લઈને અટકળો લગાવવામાં આવતી હતી. 

 આલિયા-સલમાન ખાનની જોડી કરશે ધમાલ, ભણશાલીની આ ફિલ્મમાં થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી સંજય લીલા ભણશાલી અને સલમાન ખાનની ફિલ્મને લઈને ચર્ચાઓનું બજાર ગરમ હતું. કોઈ કહી રહ્યું હતું કે, આ મલ્ટી સ્ટારર ફિલ્મ હશે તો કોઈ તેને ઐતિહાસિક કહાની જણાવી રહ્યું હતું. પરંતુ આજે ભલસાણી ફિલ્મ્સે અટકળો પર વિરામ લગાવી દીધો છે. આ ફિલ્મમાં બોલીવુડના સલ્લૂ મિંયાની સાથે આલિયા ભટ્ટ જોવા મળશે. 

fallbacks

આલિયા ભટ્ટે આ વાતને સમર્થન આપતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટેટસ પણ અપલોડ કર્યું છે. આલિયાએ ફિલ્મના નામ પરથી પણ પડદો હટાવી લીધો છે. તેણે કહ્યું કે, તે સલમાનની સાથે 'ઇંશાલ્લાહ'માં અભિનય કરશે. 

આ ટ્વીટની વાત કરીએ તો આલિયાએ લખ્યું, હું 9 વર્ષની હતી જ્યારે હું પ્રથમવાર સંજય લીલા ભણશાલીના કાર્યાલયમાં ગઈ, બધા ગભરાયેલા હતા અને હું આશા કરી રહી હતી અને પ્રાર્થના કરતી હતી કે હું તેમની આગામી ફિલ્મમાં રહુ. આ એક લાંબો ઇંતજાર રહ્યો છે. આલિયાએ કહ્યું, સંજય સર અને સલમાન ખાન એક સાથે જાદૂ છે અને હું 'ઇંશાઅલ્લાહ' નામની આ શાનદાર યાત્રામાં તેમના સામેલ થવાની રાહ જોઈ શકતી નથી. 

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રૂપથી સલમાન ખાન ફિલ્મ્સ અને ભણશાલી પ્રોડક્શન દ્વારા નિર્મિત હશે. 19 વર્ષ પહેલા તેમની સફળ ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' બાદ આ ફિલ્મ સલમાન ખાન અને સંજય લીલા ભણશાલીને એક સાથે આવવાની તક આપી રહી છે. 

આ વાતને સમર્થન આપતા સલમાને મંગળવારે ટ્વીટ કહ્યું, 20 વર્ષ થઈ ગયા છે પરંતુ મને ખુશી છે કે સંજય અને હું અંતિમ અમારી આગામી ફિલ્મ 'ઇંશાલ્લાહ'માં એક સાથે પરત આવી ગયા છીએ. આલિયા અને ઇંશાલ્લાહની સાથે કામ કરવા માટે અમે તમામ આ યાત્રામાં ધન્ય થશું. 

વાંચો બોલીવુડના અન્ય સમાચારો...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More