Govinda Kissing Video : છેલ્લા કેટલાક દિવસોથી ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વિશે સમાચાર આવી રહ્યા છે કે બંને છૂટાછેડા લઈ રહ્યા છે. જો કે, પરિવારે આ સમાચારને ખોટા ગણાવ્યા છે અને ગોવિંદાના વકીલે કહ્યું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે. પરંતુ 6 મહિના પહેલા સુનીતાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. હવે આ દરમિયાન બંનેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ તેમના બાળકો સાથે ગોવિંદાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ વીડિયોમાં બંને એકબીજાને લિપ કિસ કરતા પણ જોવા મળે છે.
ના એક્સ્ટ્રા મેરિટલ અફેર, ના કોઈ મતભેદ... આ એક્ટરના છૂટાછેડાનું કારણ ઉડાવી દેશે હોશ
આ વીડિયો ક્યારેનો છે તે અંગેની માહિતી મળી નથી, પરંતુ તેના પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વીડિયોમાં ગોવિંદા કેક કાપતા જોવા મળે છે અને પછી સુનીતા તેને કેક ખવડાવે છે અને પછી ગોવિંદા તેને કેક ખવડાવે છે. આ પછી સુનીતા તેને કિસ કરે છે. કેટલાક લોકોને લાગે છે કે તેમના બાળકો ટીના આહુજા અને યશવર્ધન આ જોઈને અજીબ અનુભવી રહ્યા છે તો કેટલાક તેમના પ્રેમને જોઈને ખુશ છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે વીડિયો જૂનો છે.
તમને જણાવી દઈએ કે સુનીતાએ હાલમાં જ ઘણા ઈન્ટરવ્યુ આપ્યા હતા, જેમાં તેણે ઘણી એવી વાતો કહી હતી, જેના કારણે તેમના સંબંધોને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. સુનીતાએ જણાવ્યું હતું કે તે તેના બાળકો સાથે એક મકાનમાં રહે છે અને ગોવિંદા સામેના બીજા મકાનમાં એકલો રહે છે. આ સાંભળીને ચાહકોને લાગવા માંડ્યું કે કપલ વચ્ચે બધુ બરાબર નથી.
97 માં ઓસ્કર્સ 2025 ના વિનર્સનું જોઈ લો લિસ્ટ, ઓસ્કર્સમાં છવાઈ ફિલ્મ અનોરા
તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાના વકીલે કહ્યું હતું કે સુનિતાને કોઈ ગેરસમજ હતી જેના કારણે તેણે 6 મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ હવે બંને વચ્ચે કોઈ અણબનાવ નથી. હવે તેઓ સાથે રહે છે અને ખુશ છે. બંને નવા વર્ષ પર સાથે નેપાળ પણ ગયા હતા. દંપતી વચ્ચે આવું તો થતું રહે છે, પરંતુ તેમનો સંબંધ ખૂબ જ મજબૂત છે અને તેઓ ક્યારેય એકબીજાથી અલગ નહીં થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે