ઝી બ્યુરો/અમદાવાદ: આ કળિયુદી દુનિયામાં હવે તો હદ થાય છે. સંતાનો સંપત્તિ માટે કઈ પણ કરી શકે છે, એવા ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે અમદાવાદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આજે વૃદ્ધાશ્રમો એમ જ નથી વધી રહ્યાં. અમદાવાદનો પણ એક આવો જ કિસ્સો સામે આવ્યા છે. માતાની માલિકીની મિલકતમાંથી અધિકાર માંગવા પુત્ર અને પુત્રીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સંતાનોએ કોર્ટમાં કરેલી અરજીમાં એવી દલિલ કરી હતી કે માતા વસ્ત્રાપુરમાં બે બંગલો ધરાવે છે.
દરિયાઈ વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જાણો નવી આગાહી
સગી મા સામે સંતાનો કોર્ટે ચઢ્યા હતા
કોઈ કારણોસર સગી માતાએ દીકરા અને દીકરીનો પ્રોપર્ટીમાંથી હિસ્સો હટાવી દીધો છે. માતા-પિતાની મિલકતમાં કાયદેસરના વારસદાર હોવાથી તેમને અધિકાર મળવો જોઇએ. પરંતુ સગી મા સામે સંતાનો કોર્ટે ચઢ્યા. આ કેસમાં માએ સુનાવણી દરમ્યાન કોર્ટમાં જણાવ્યું હતું કે, સંતાનો જે મિલકત માગી રહ્યાં છે એ મારી પિયરપક્ષની છે. મારા સાસરેથી આવેલી મિલકત નહી હોવાથી તે પૈતૃક સંપત્તિ ગણી શકાય નહી. ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે હિંદુ સેકશન એકટ હેઠળ માતાના પિયરથી મળેલી મિલકત તે ઇચ્છે તો જ સંતાનોને આપી શકે. આ કેસની વિગતો એવી છે કે, મૂળ મુંબઇના પણ છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં રહેતા આકાંક્ષા પટેલના ( નામ બદલ્યુ છે) પતિ હાલ અમેરિકામાં છે. તેમના દીકરા અને દીકરી એ મુંબઇમાં અભ્યાસ કરી રહ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં તૂટ્યો 125 વર્ષ જૂનો રેકોર્ડ, 'લા-નીના' પર સૌથી મોટું અપડેટ
વીલમાં બન્ને સંતાનોના નામ કાઢી નાખ્યા!
આકાંક્ષા પટેલ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એકલા રહે છે. પતિ અમેરિકામાં મેડીકલ ઇકવીપમેન્ટનો બિઝનેસ હોવાથી તેઓ અમેરિકાથી ભારત આવતા જતા રહે છે. થોડા સમયથી સંતાનો મુંબઇમાં એપાર્ટમેન્ટ લેવા માટે માતાને તેમની અમદાવાદની એક મિલકત વેચી દેવા માતાને આગ્રહ કરતા હતા. માતાએ મિલકત વેચવા માટેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી બંનેએ ભેગા મળીને માતાને મિલકતમાં ભાગ આપવા માંગણી કરી હતી. જોકે, આ મામલે માતાએ ઇન્કાર કરતા બન્ને સંતાનો હાઇકોર્ટમાં ગયા હતા. જેમાં રજૂઆત કરી હતી કે તેમના માતાએ થોડા વર્ષ પહેલાં કરેલું વસિતયતનામું બદલી કાઢ્યુંછે. પહેલાં વીલમાં તેમણે બન્ને સંતાનોના અને તેમના મામીનું નામ ઉમેર્યુ હતું. પરતું છેલ્લા થોડા વખત પહેલાં તેમણે વીલમાં બન્ને સંતાનોના નામ કાઢી નાખ્યા છે.
એટલે તો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે...પ્રેમીને પૈસાની જરૂર પડતાં પ્રેમિકાએ...
બન્ને સંતાનોએ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો
માતાના પિયરમાં તેના નાના ભાઇનું મૃત્યુ થતા તેમના પિતાએ તમામ મિલકત, ઘરેણાં અને બેંક ડિપોઝીટ દીકરીના નામે કરી દીધી હતી. પરતું આ આ મહિલાએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા વીલમાં તેણે પોતાની ભાભીના નામે એક મકાનના 50 ટકા હિસ્સો રાખ્યો છે. ભાઇનું અવસાન થતાં નિ:સંતાન ભાભી પિયર જતા રહ્યા હતા. પિતાએ તેમને આપેલી મિલકત પૈકી એક મકાનમાંથી 50 ટકા હિસ્સો ભાભીના નામે કર્યો છે. આ હિસ્સો આપવા સામે બન્ને સંતાનોએ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, જો ભાભી ધારે તો કાયદા અનુસાર બન્ને મિલકતમાં ભાગ માંગી શકે છે. આમ જે મિલકત મામીને કાયદેસરની મળવી જોઈએ એ મિલકત આપવા સામે દીકરા અને દીકરીએ વાંધો ઉઠાવતાં માતા બગડી હતી. આમ હવે ઘોર કળયુગ આવ્યો છે. દીકરો અને દીકરી માતાને કોર્ટમાં ખેંચી જતાં સમગ્ર મામલો ચર્ચાને એરણે ચડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે