Home> Entertainment
Advertisement
Prev
Next

જયા બચ્ચન સાથે લગ્ન કરવા રાજી નહોતા અમિતાભ? આ વ્યક્તિની શરતે બદલી નાખ્યો નિર્ણય

Amitabh-Jaya Bachchan Marriage: સદીના મહાનાયક આજે પોતાનો 82મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. અમે આજે તેમને તેના લગ્ન સાથે જોડાયેલો તે કિસ્સો જણાવી રહ્યાં છીએ જેને તમે લગભગ નહીં જાણતા હોવ.

જયા બચ્ચન સાથે લગ્ન કરવા રાજી નહોતા અમિતાભ? આ વ્યક્તિની શરતે બદલી નાખ્યો નિર્ણય

Amitabh-Jaya Bachchan Marriage: અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન વર્ષ 1973માં થયા હતા. બંનેના લગ્નને લગભગ 51 વર્ષ થવાના છે. બંને ઘણીવાર એક સાથે ક્યૂટ પળોમાં જોવા મળે છે. ભલે બંને આજે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે બિગ બી જયા સાથે લગ્ન કરવા માંગતા ન હતા. શું તમે જાણો છો કે આ લગ્ન માટે તેમને કોણે રાજી કર્યા? ચાલો તમને જણાવીએ....

fallbacks

ફોટો જોઈ દીવાના બની ગયા હતા અભિનેતા
સિમી ગરેવાલના ફેમસ ચેટ શો renadezvos માં અમિતાભ બચ્ચને પોતાના અને જયા બચ્ચનના પ્રેમ વિશે ખુલીને વાત કરી છે. અભિનેતાએ જણાવ્યું કે જ્યારે તે મેગેઝિનના કવર પેજ પર જયાનો ફોટો જોઈ તેના દીવાના થઈ ગયા હતા. બિગ બીએ ખુલાસો કર્યો કે તેમને જયાની આંખ ખુબ પસંદ આવી હતી. જો વાત કરીએ જયાની તો તેમણે બિગ બીને વર્ષ 1970માં પુણે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં અમિતાભ બચ્ચનને પ્રથમવાર જોયા હતા અને તેમની પર્સનાલિટિથી પ્રભાવિત થયા હતા.

ફિલ્મના સેટ પર ચડ્યો પ્રેમનો રંગ
બંનેની પ્રથમ મુલાકાત ફિલ્મ ગુડ્ડીના સેટ પર થઈ હતી. ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું અને અહીંથી મિત્રતાનો સિલસિલો શરૂ થયો હતો. ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને ધીમે-ધીમે પ્રેમ થઈ ગયો. ખુદ અભિનેતાએ જણાવ્યું કે તે છુપાઈને પોતાના મિત્ર ચંદ્રા બરોટના ઘર પર જયાને મળવા જતા હતા. 

આ પણ વાંચોઃ આવી છે રતન ટાટાની EX પ્રેમિકાની લવ-લાઈફ, 5 પ્રેમી છતાં લગ્ન બાદ આખી જિંદગી એકલી રહી

વિદેશ ટૂર પર સાથે જવાની હતી તૈયારી
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને આમ તો ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું પરંતુ તેમની ફિલ્મ ઝંજીરે જે કમાલ બોક્સ ઓફિસ પર દેખાડ્યો તેને ભૂલાવી ન શકાય. ફિલ્મની સફળતાની ખુશીમાં ડાયરેક્ટર પ્રકાશ મેહરાએ ઝંજીરના સ્ટારકાસ્ટને વિદેશ ટૂર પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બિગ બીના પિતા હરિવંશરાય બચ્નને આ વાત પસંદ ન આવી અને તેમણે તેની આગળ એક શરત લગાવી દીધી હતી.

પિતાની શરતને કારણે કરવા પડ્યા લગ્ન
હરિવંશરાય બચ્ચનની શરત હતી કે જો બિગ બી જયાની સાથે વિદેશ ટૂર જવા ઈચ્છે છે તો તેમણે પહેલા જયા સાથે લગ્ન કરવા પડશે. પિતાની આ શરતની આગળ ઝુકીને અભિનેતાએ જયા સાથે મુંબઈના એક મંદિરમાં ચુપચાપ સાત ફેરા લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More