Home> Gujarat
Advertisement
Prev
Next

એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન, પહેલીવાર જોડિયા વાછરડી અવતરી, ગુજરાતની પ્રથમ ઘટના

embryo transfer : એમ્બ્રિયો ટ્રાન્સફરમાં ઐતિહાસિક સફળતા, ગુજરાતમાં પહેલીવાર સરહદ ડેરીના પ્રયાસથી બેલડી વાછરડી અવતરી, સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી 10 વાછરડીનો જન્મ થયો

એમ્બ્રિયો ટ્રાન્સફરમાં કચ્છ બન્યું કંચન, પહેલીવાર જોડિયા વાછરડી અવતરી, ગુજરાતની પ્રથમ ઘટના

Kutch News રાજેન્દ્ર ઠકકર/કચ્છ : સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાની ગોધરા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા સભાસદ વિરજી કરશન વરસાણીની ગાયમાં 19-01-2024 ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને આજ રોજ ઐતિહાસિક સફળતા મળતાં બે તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને એક વાછરડી ૧૮ કિલો અને બીજી વાછરડી ૨૦ કિલો વજન ધરાવે છે. સભાસદને ગોધરા મંડળીના પ્રમુખ શિવુભા કુંભાજી સોઢા તથા મંત્રી હેમાંગ રોહિત ડાયાલાલ વેદાંત દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

fallbacks

સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી દ્વારા કચ્છમાં સૌ પ્રથમવાર NDDB ના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કર્યું હતું. જેમાં આજે બે તંદુરસ્ત વાછરડી જન્મેલ છે. સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી ૧૦ વાછરડીનો જન્મ થયો છે.

શું લટકવાથી ખરેખર હાઇટ વધે ખરી? વિજ્ઞાન તો કંઈક અલગ જ કહે છે

આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે સમગ્ર ગુજરાત રાજ્ય માં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) નું અમલીકરણ કરેલ છે ત્યારથી કરીને આજ દિન સુધીમાં એક જ ગાયથી બે વાછરડી જન્મી હોય તેવો આ પ્રથમ દાખલો છે. આ ઘટના ગુજરાત રાજયમાં પ્રથમ તથા સમગ્ર દેશમાં ત્રીજી ઘટના છે. સરહદ ડેરીના પ્રયાસોથી પશુપાલકને જાણે દિવાળી રૂપી બોનસ મળી હોય તેવી ખુશીઓ છવાઈ ગઈ છે. આજે એક ગાયમાંથી 2 વાછરડીનો જન્મ થયો છે, જે એક ઐતિહાસિક ઘટના છે તથા સમસ્ત કચ્છ સહિત ગુજરાત માટે ગર્વની પણ વાત છે. ET ટેક્નોલૉજીના ઉપયોગથી પ્રેરણાદાયી પરિણામો મળી રહ્યા છે. સાથે તે પશુપાલકને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિયાણ થયેલ ગાય એક દિવસનું 7 થી 8 લિટર જેટલું દૂધ આપે છે. જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલૉજીથી જન્મેલ વાછરડીઓ આશરે અઢી વર્ષ પછી વિયાશે, ત્યારે ૨૫ થી ૩૦ લિટર જેટલું દૂધ એક દિવસમાં આપતી થશે એટ્લે અત્યાર કરતાં દૂધના પ્રોડકશન ખર્ચમાં ૭૦% ની બચત થશે. ગીર, કાંકરેજ અને જર્શી ગાયમાં ET થઈ શકે છે તથા આજે વિયાણ થયેલ ગાય ક્રોસ કાંકરેજ છે. બીજા પશુપાલકો પણ આવી ટેક્નોલૉજીનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવું આહ્વાન પણ કરેલ છે.

આવી છે રતન ટાટાની EX પ્રેમિકાની લવ-લાઈફ, 5 પ્રેમી છતાં લગ્ન બાદ આખી જિંદગી એકલી રહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More