નવી દિલ્હી: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને એક દિવસ પહેલા કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે પોતાના બ્લોગ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને આ જાણકારી આપી. અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેમના પરિવાર અને સ્ટાફના તમામ લોકોએ કોરોના રસી લીધી છે.
અમિતાભે કરી ટ્વીટ
અમિતાભ બચ્ચને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે લગાવી લીધી, મે આજે બપોરે કોરોના રસી લગાવી લીધી છે. બધુ ઠીક છે. આ ઉપરાંત તેમણે બ્લોગમાં કોવિડ રસી લગાવવાનો અનુભવ વિસ્તારથી લખ્યો છે.
T 3861 -
Got it done !
My CoviD vaccination this afternoon ..
All well .. 🙏— Amitabh Bachchan (@SrBachchan) April 1, 2021
બ્લોગમાં અમિતાભે કહી આ વાતો
બ્લોગમાં અમિતાભે લખ્યું છે કે ડન...રસી લગાવી લીધી છે...બધુ ઠીક છે. મારો, પરિવાર અને સ્ટાફનો કાલે કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો હતો. આજે તેનું પરિણામ આવ્યું. બધુ ઠીક હતું. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આથી રસી મૂકાવી. સમગ્ર પરિવારે લગાવી. અભિષેકને બાદ કરતા. તે હાલ શુટિંગ માટે લોકેશન પર છે અને થોડા દિવસમાં જલદી આવી જશે. કાલથી કામ પર પાછો ફરીશ.
અમિતાભે ગણાવી ઐતિહાસિક પળ
આ સાથે જ અમિતાભે જણાવ્યું કે તેમના માટે આ એક ઐતિહાસિક પળ રહી છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ જુલાઈમાં અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે જ અભિષેક બચ્ચન પણ કોરોના સંક્રમિત થયો હતો. બંનેએ એક મહિનો હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. લાંબી સારવાર બાદ બંને સાજા થઈને પાછા ફર્યા હતા.
Corona ની ઝપેટમાં બોલીવુડ, રણબીર બાદ હવે આલિયા ભટ્ટને પણ થયો કોરોના
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે