Home> Sports
Advertisement
Prev
Next

સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ, 27 માર્ચે થયા હતા કોરોના સંક્રમિત 

કોરોના વાયરસ (Corona virus) થી સંક્રમિત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી.

સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ, 27 માર્ચે થયા હતા કોરોના સંક્રમિત 

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) થી સંક્રમિત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી. સચિને ટ્વીટ કરીને જણાવ્યું કે ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું. હું જલદી હોસ્પિટલથી સાજો થઈને પાછો ફરીશ. અત્રે જણાવવાનું કે સચિન તેંડુલકર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. તેઓ 27 માર્ચના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. 

fallbacks

સચિને પોતાની ટ્વીટમાં વધુમાં જણાવ્યું છે કે વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારા સાથીઓને શુભેચ્છા. અત્રે જણાવવાનું કે 2 એપ્રિલ 2011નવા રોજ ભારતે બીજીવાર વિશ્વકપનો ખિતાબ જીત્યો હતો. 1983 બાદ આ બીજીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 

27 માર્ચે થયો હતો કોરોના
સચિન તેંડુલકર 27 માર્ચના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિને કહ્યું હતું કે તેમણે પોતાની જાતને હોમ ક્વોરન્ટિન કરી હતી. સચિન કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જો કે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા. 

World Cup 2011: ધોનીની આગેવાનીમાં પૂરુ થયું હતું સચિનનું સપનું, ભારતે 28 વર્ષ બાદ જીત્યો હતો વિશ્વકપ

Corona Update: આ વર્ષનો સૌથી મોટો 'કોરોના વિસ્ફોટ', આંકડો જાણીને સ્તબ્ધ થશો, મુંબઈમાં પૂર્ણ લોકડાઉન પર આજે નિર્ણય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More