Home> Entertainment
Advertisement
Prev
Next

Anant Radhika Wedding: ધીરજ રાખજો... હજી પત્યું નથી અનંત-રાધિકાના લગ્નનું સેલિબ્રેશન, હવે લંડનમાં થશે ભવ્ય ઉજવણી

Anant Radhika Wedding: 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને ત્યાર પછી 14 જુલાઈ સુધી વેડિંગ રિસેપ્શન ચાલુ હતું.. આ રિસેપ્શન પછી લાગતું હતું કે અનંત અંબાણીના લગ્નના ફંકશન પૂરા થઈ ગયા પરંતુ આવું નથી. લગ્નના ફંકશન ફક્ત મુંબઈમાં પૂરા થયા છે હવે લંડનમાં રાધિકા અને અનંતના લગ્નનું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે. 

Anant Radhika Wedding: ધીરજ રાખજો... હજી પત્યું નથી અનંત-રાધિકાના લગ્નનું સેલિબ્રેશન, હવે લંડનમાં થશે ભવ્ય ઉજવણી

Anant Radhika Wedding: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ચૂક્યા છે. જોકે આ લગ્ન સમારોહ હજી પત્યો નથી. દુનિયાભરમાં અનંત અંબાણીના લગ્નની ચર્ચાઓ થવા લાગી છે. 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને ત્યાર પછી 14 જુલાઈ સુધી વેડિંગ રિસેપ્શન ચાલુ હતું.. આ રિસેપ્શન પછી લાગતું હતું કે અનંત અંબાણીના લગ્નના ફંકશન પૂરા થઈ ગયા પરંતુ આવું નથી. લગ્નના ફંકશન ફક્ત મુંબઈમાં પૂરા થયા છે હવે લંડનમાં રાધિકા અને અનંતના લગ્નનું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે. 

fallbacks

આ પણ વાંચો: બચ્ચન પરિવારમાં અનબનની ચર્ચા તેજ, અનંત-રાધિકાના લગ્નમાં ઐશ્વર્યા પરિવારથી રહી દુર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. સગાઈ માટે પણ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી માર્ચ મહિનાથી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંકશન શરૂ થયા હતા. જામનગરમાં લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ ચાલ્યા અને ત્યાર પછી યુરોપમાં ચાર દિવસ સુધી ક્રુઝ પાર્ટી કરવામાં આવી. ત્યાર પછી 5 જુલાઈથી મુંબઈમાં કપલ માટેના લગ્નના ફંકશન શરુ થયા હતા. 

આ પણ વાંચો: Web Series: સસ્પેન્સથી ભરપુર સીરીઝ જોવાનો શોખ હોય તેણે જોવી જ જોઈએ આ 6 વેબ સીરીઝ

12 જુલાઈ એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા. શનિવારે બંને માટે બ્લેસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રવિવારે વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન થયું. હવે અંબાણી પરિવાર મુંબઈ પછી લંડન લગ્નની ઉજવણી કરવા જશે તેવી ખબર સામે આવી છે.

આ પણ વાંચો: Isha Ambani​: હલ્દીમાં છવાઈ ગઈ રાધિકા પણ મહેંદીમાં ઈશાએ લુંટી લીધી મહેફિલ, જુઓ ફોટો

એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણી અને રાધિકાના ભવ્ય લગ્નના સમારોહ મુંબઈમાં પુરા થયા છે. હવે અંબાણી પરિવાર તેના મિત્રો અને સંબંધીઓ માટે લંડનમાં એક સેલિબ્રેશન કરશે. અહીંનું સેલિબ્રેશન લાંબુ ચાલશે. અંબાણી પરિવાર એક અઠવાડિયાની અંદર જ લંડન જવા રવાના થઈ જશે. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર જાણકારી સામે આવી નથી. આ ખબરની મર્ચન્ટ પરિવાર કે અંબાણી પરિવાર તરફથી પુષ્ટિ કરવામાં નથી આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More