Breaking News: સોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ ઘટનામાં 6 લોકોના મોતની ખબર સામે આવી છે. માહિતી એવી પણ મળી રહી છેકે, અકસ્માતમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એટલેકે, આ માર્ગ અકસ્માતમાં 6 થી વધુ નાં મોતની સંભાવના છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.
આ ઘટનામાં ટાયર ફાટતા ઉભેલી લકઝરી બસને પાછળથી ટ્રકએ ટક્કર મારી હતી. લકઝરી બસની આગળ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર લકઝરી બસ ફરી વળી હતી. આ ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે આ ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે એ મુજબ આ ઘટનામાં અકસ્માત થતાની સાથે જ સ્થળ પર 6 લોકોના મોત નિપજ્યા હતા.
ઘટનામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ફાયરબ્રિગેડએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે બનાવની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પણ આ અકસ્માત કઈ રીતે બન્યો, મૃતકોમાં કોણ કોણ છે તે અંગેની માહિતી એકત્ર કરીને પંચનામું કરવાની શરૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે