Home> Entertainment
Advertisement
Prev
Next

લાઈફનો કંટ્રોલ જો AI ને સોંપી દો તો શું થાય ? જોવા મળશે અનન્યા પાંડેની ફિલ્મ CTRL માં, જુઓ Trailer

CTRL Trailer: અનન્યા પાંડે અને વિહાનની ફિલ્મ કંટ્રોલ CTRL ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ પર ફિલ્મ 4 ઓક્ટોબર 2024 થી સ્ટ્રીમ થશે. ફિલ્મમાં  AI ની દુનિયા અને સોશિયલ મીડિયા વ્યક્તિના જીવનમાં કઈ હદ સુધી કંટ્રોલ કરવા લાગે છે તે દેખાડવામાં આવ્યું છે. 

લાઈફનો કંટ્રોલ જો AI ને સોંપી દો તો શું થાય ? જોવા મળશે અનન્યા પાંડેની ફિલ્મ CTRL માં, જુઓ  Trailer

CTRL Trailer: થોડા દિવસો પહેલા જ અનન્યા પાંડેની વેબ સિરીઝ કોલ મી બે રિલીઝ થઈ હતી. હવે તેની નવી ફિલ્મ ઓટીટી રિલીઝ માટે રેડી છે. અનન્યા પાંડેની આગામી ફિલ્મ કંટ્રોલ (CTRL)નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી મહિને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સપર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાણી એ કર્યું છે. 

fallbacks

આ પણ વાંચો:

અનન્યા પાંડેની ફિલ્મ કંટ્રોલ CTRL એક સાઇબર થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે વિહાન સામત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બીજી ફિલ્મ છે જેમાં અનન્યા પાંડે અને વિહાન એક સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા આ બંને કલાકાર વેબ સિરીઝ કોલ મી બેમાં પણ સાથે જોવા મળ્યા હતા આ વેબ સિરીઝ amazon prime પર રિલીઝ થઈ હતી. 

અનન્યા પાંડે અને વિહાનની ફિલ્મ કંટ્રોલ CTRL ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ પર ફિલ્મ 4 ઓક્ટોબર 2024 થી સ્ટ્રીમ થશે. ફિલ્મમાં  AI ની દુનિયા અને સોશિયલ મીડિયા વ્યક્તિના જીવનમાં કઈ હદ સુધી કંટ્રોલ કરવા લાગે છે તે દેખાડવામાં આવ્યું છે. જ્યારે લાઇફનો કંટ્રોલ AI અને સોશિયલ મીડિયાને સોંપી દેવામાં આવે તો પરિણામ કેવા આવે છે તે આ ફિલ્મમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More