ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયેકવાડ યુનિવર્સિટીનું નામ આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. હંમેશાથી શિક્ષણના ધામ તરીકે ખુબ નામાંકિત રહેલી આ સંસ્થા આજે વિવાદોના ઘેરામાં ઘેરાઈ છે. કારણ છે એક વિદ્યાર્થીનું મોત. જીહાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરતા હાલ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
'કોઈનો વાંક નથી, મારી જાતે પગલું ભર્યું છે'
વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ લીધો છે. સુસાઈડ નોટમાં લખ્યું- કોઈનો વાંક નથી, મારી જાતે પગલું ભર્યું છે.
સુસાઈડ નોટમાં લખ્યું હતું કે...
વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ કરતા સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, કોઈનો વાંક નથી, મેં મારી જાતે આ પગલું ભર્યું છે. આ અંગે પોલીસ હાલમા તપાસ કરી રહી છે.
આ બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં આ 18 વર્ષીય યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ યુવક મૂળ પોરબંદરનો હોવાનું સામે આવ્યું છે અને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે