Home> Entertainment
Advertisement
Prev
Next

Sonam Kapoor gives Birth to Boy: એવરગ્રીન અનિલ કપૂર બન્યા નાના, સોનમ કપૂરના ઘરે ગુંજી બાળકની કિલકારી

Sonam Kapoor gives Birth to Boy: અનિલ કપૂરની પુત્રી અને એક્ટ્રેસ સોનમ કપૂર અને તેમના પતિ આનંદ આહૂજા માતા પિતા બની ગયા છે. તેમના ઘરે બાળકની કિલકારીઓ ગુંજી ઉઠી છે.

Sonam Kapoor gives Birth to Boy: એવરગ્રીન અનિલ કપૂર બન્યા નાના, સોનમ કપૂરના ઘરે ગુંજી બાળકની કિલકારી

Sonam Kapoor gives Birth to Boy: મનોરંજનની દુનિયામાં પ્રેગ્નેન્સીના સમાચાર સામે આવી રહ્યા છે. સોનમ કપૂર, આલિયા ભટ્ટ અને બિપાશા બાસુથી લઇને ટીવી સ્ટાર દેબિના બનર્જી સુધી ઘણા સ્ટાર એક્સ્પેક્ટ કરી રહ્યા છે. આ બધામાં સૌથી પહેલા સોનમ કપૂરના ઘરે બાળકની કિલકારીઓ ગુંજી ઉઠી છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે, આજે 20 ઓગસ્ટ 2022 ના સોનમ કપૂર અને આનંદ આહૂજાના ઘરે બાળકનો જન્મ થયો છે. ઘણા સમયથી તેની ડિલીવરીને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે રણવીર કપૂરની માતા એક્ટ્રેસ નીતૂ કપૂરે શેર કર્યું છે. તેમણે એક પોસ્ટ શેર કરી છે જે સોનમ અને આનંદ તરફથી છે.

fallbacks

સરળ રહી ન હતી સોનમની પ્રેગ્નેન્સી
પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ સોનમ કપૂર જાહેરમાં દેખાવાથી શરમાતી નહતી. વોગ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સોનમે જણાવ્યું હતું કે, તેની પ્રેગ્નેન્સી સરળ રહી ન હતી અને તેને પહેલા ટ્રાઈમેસ્ટરમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તે તેના માટે તૈયાર પણ ન હતી. આ ઇન્ટરવ્યૂમાં સોનમે કહ્યું કે તે પોતાની ત્વચા અને શરીરનું ખાસ ધ્યાન રાખી રહી છે કારણ કે જો તે બીજા જીવનની સંભાળ રાખવા માંગતી હોય તો તેણે પહેલા પોતાની કાળજી લેવી પડશે.

ડિલીવરી બાદનો આ છે પ્લાન
પ્રેગ્નેન્સીની શરૂઆતમાં સોનમ તેના પતિ સાથે લંડનમાં હતી પરંતુ ત્યારબાદ તે તેના પરિવાર પાસે મુંબઇ પરત આવી હતી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોનમ તેના બાળકની ડિલીવરી બાદ 6 મહિનાનો સમય તેના માતા-પિતાના ઘરે પસાર કરશે અને ત્યારબાદ તે તેના દિલ્હી અથવા લંડનવાળા ઘર જશે. પોતાના કામ માટે સોનમ ટ્રાવેલ કરતી રહશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More