Home> India
Advertisement
Prev
Next

BJP Press Conference: મનિષ સિસોદિયાના આરોપ પર ભાજપનો પલટવાર, કહ્યું- દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર

Manish Sisodia News: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાના આરોપો પર ભાજપે જવાબ આપ્યો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર છે. મનિષ સિસોદિયાએ જવાબ આપવો પડશે કે દિલ્હીની લીકર પોલીસી જો એટલી સારી હતી તો તેને પાછી કેમ ખેંચી? સીએમ અરવિંદ કેજરીવાલે જવાબ આપવો પડશે.

BJP Press Conference: મનિષ સિસોદિયાના આરોપ પર ભાજપનો પલટવાર, કહ્યું- દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર

Manish Sisodia News: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાના આરોપો પર ભાજપે જવાબ આપ્યો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર છે. મનિષ સિસોદિયાએ જવાબ આપવો પડશે કે દિલ્હીની લીકર પોલીસી જો એટલી સારી હતી તો તેને પાછી કેમ ખેંચી? સીએમ અરવિંદ કેજરીવાલે જવાબ આપવો પડશે. આ લોકો સવાલથી ભાગી રહ્યા છે. 

fallbacks

દારૂ કૌભાંડનો કર્તાહર્તા કોણ?
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મનિષ સિસોદિયા દારૂ કૌભાંડના નંબર 1 આરોપી છે,  પરંતુ કર્તાહર્તા અરવિંદ કેજરીવાલ છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કૌભાંડ બાદ તેમના ચહેરાનો રંગ કેવો ઉડી ગયો. તેઓ કોઈ સવાલના જવાબ પણ આપી શક્યા નથી. 

દારૂના વેપારીઓ માટે સોફ્ટ કોર્નર કેમ?
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને અનુરાગ ઠાકુરે પૂછ્યું કે જો તમારી દારૂ નીતિ યોગ્ય હતી તો તમે તેને પાછી કેમ ખેંચી? આ ચોરની દાઢીમાં તણખલા જેવું છે. દારૂના વેપારીઓ માટે સોફ્ટ કોર્નર કેમ છે? હું અરવિંદ કેજરીવાલને દેશની સામે આવવાનો અને 24 કલાકમાં જવાબ આપવાનો પડકાર  ફેંકુ છું. 

Watch Video: 'ગુજરાતમાં 'લઠ્ઠાકાંડ' થઈ ગયો, 10,000 કરોડની એક્સાઈઝ ચોરી થાય છે, ત્યાં CBI-ED રેડ નથી પાડતી'

શું બદલાઈ ગયો મનિષ સિસોદિયાના નામનો સ્પેલિંગ?
અનુરાગ ઠાકુરે કહ્યું કે એવું લાગે છે કે મનિષ સિસોદિયાએ પોતાના નામનો સ્પેલિંગ ચેન્જ કરી લીધો છે. હવે તેમના નામનો સ્પેલિંગ છે 'Money shh'. પૈસા કમાઓ અને ચૂપ બેસી જાઓ. કૌભાંડ કરો અને ઉલ્ટા પગે ભાગો. જનતાને પીઠ દેખાડો. મીડિયાના સવાલના જવાબ ન આપો અને કોઈ મહિલા પત્રકાર સવાલ પૂછે તો તેને તતડાવીને ધમકી આપવાનું કામ કરો. આનાથી નિંદનીય વાત કોઈ હોઈ શકે નહીં. 

અનુરાગ ઠાકુરે કહ્યું કે મહિલા સશક્તિકરણ તો દૂર પરંતુ મહિલાઓને અપમાનિત કેવી રીતે કરાય, તે આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી દેખાડ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More