Home> Entertainment
Advertisement
Prev
Next

શાહ પરિવારની સમસ્યાઓથી દુર અનુપમા પોતાની મસ્તીમાં મસ્ત, આ અંદાજ જોઈ તમે પણ ચોંકી જશો

'અનુપમા' (Anupamaa) ફેમ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાનો અંદાજ દેખાળતી જોવા મળી રહી છે

શાહ પરિવારની સમસ્યાઓથી દુર અનુપમા પોતાની મસ્તીમાં મસ્ત, આ અંદાજ જોઈ તમે પણ ચોંકી જશો

નવી દિલ્હી: 'અનુપમા' (Anupamaa) ફેમ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાનો અંદાજ દેખાળતી જોવા મળી રહી છે. અનુપમાની (Anupamaa) આ સ્ટાઇલ તેના શો કરતા એકદમ અલગ છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

fallbacks

અનુપમા થઈ મસ્ત
રૂપાલી ગાંગુલીએ (Rupali Ganguly) તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ગીત 'મસ્ત'માં પરફોર્મ કરી રહી છે. વીડિયોમાં રૂપાલી તેના વાળ લહેરાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે.

આ પણ વાંચો:- 'Taarak Mehta' ફેમ નિધિ ભાનુશાળીનો સામે આવ્યો બિકિની Look, વીડિયો થયો વાયરલ

રૂપાલી બની અનુપમા
તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ટીવી શો 'અનુપમા'માં (Anupamaa) જોવા મળી છે. લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે આ શો ટીઆરપીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) મુખ્ય પાત્ર ભજવી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

આ પણ વાંચો:- Jaqueline એ એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!

શું ચાલી રહ્યું છે શોમાં
ટીવી શો 'અનુપમા'માં શાહ પરિવાર પર આજકાલ મુશ્કેલીઓ આવી છે. કાવ્યા અને વનરાજની (Kavya And Vanraj Job) નોકરી જતી રહી છે. અનુપમાએ તેની ડાન્સ એકેડમી ખોલી છે. કાવ્યાની નોકરી જતી રહ્યા બાદ તેણે ઘરમાં નકારાત્મક વાતાવરણ ઉભું કર્યું છે. આવનારા સમયમાં અનુપમા (Anupamaa) આ મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરે છે અને તે પરિવારને આ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર કાઢે છે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More