Home> Gujarat
Advertisement
Prev
Next

Gandhinagar માં પેદા થયેલા કોલેરા સંકટ અંગે ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી તાગ મેળવ્યો

લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કલોલ શહેરમાં ઉદભવેલ કોલેરાની પરિસ્થિત અંગે ગાંધીનગર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી સાથે અમિત શાહે ટેલીફોનિક વાતચીત કરી, પરિસ્થિતિનો તાગ મેળવી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી. કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સલાહ આપી હતી. 

Gandhinagar માં પેદા થયેલા કોલેરા સંકટ અંગે ગૃહમંત્રી અમિત શાહે ફોન કરી તાગ મેળવ્યો

ગાંધીનગર : લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કલોલ શહેરમાં ઉદભવેલ કોલેરાની પરિસ્થિત અંગે ગાંધીનગર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી સાથે અમિત શાહે ટેલીફોનિક વાતચીત કરી, પરિસ્થિતિનો તાગ મેળવી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી. કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સલાહ આપી હતી. 

fallbacks

અમિત શાહે વધારેમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારોએ નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યની કાળજીને હંમેશા પ્રાથમિકતા આપી છે. કોલેરાને ડામવા માટેના પગલાંઓ લેવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવિષ્ટ નાગરિકોને જરૂરી મેડિકલ સહાય તાત્કાલિક ઉપલબ્ધ કરવા માટે પ્રશાસનને સૂચનાઓ આપી છે. જિલ્લાના કલેકટર, રિજિયોનલ મુખ્ય મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સર્વેલન્સ અધિકારી, આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોલેરાને નાથવા જરૂરી પગલાંઓ પણ લેવામાં આવ્યા.

અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રત્યેક ઘરે સર્વેલન્સ કામગીરી, ઓ. આર. એસ. અને કલોરીનની ગોળીઓ અને રોગચાળાની અટકાયત માટે જન જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરી નાગરિકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ઉદભવેલ કોલેરાની પરિસ્થિત અંગે ગાંધીનગર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત કરી, પરિસ્થિતિનો તાગ મેળવી, પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

અમિત શાહે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારોએ નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યની કાળજીને હંમેશા પ્રાથમિકતા આપી છે. તેઓએ કોલેરાને ડામવા માટેના પગલાંઓ લેવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવિષ્ટ નાગરિકોને જરૂરી મેડિકલ સહાય તાત્કાલિક ઉપલબ્ધ કરવા માટે પ્રશાસનને સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના શિરે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રાલયની બેવડી જવાબદારી હોવા છતાં તેઓ તેમના લોકસભા ક્ષેત્રની તમામ સમસ્યાઓથી અવગત અને સંવેદનશીલ રહે છે. નાગરિકોની કાળજી માટે સતત કાર્યશીલ રહી પ્રશાસનિક માર્ગદર્શન અને સૂચનાઓ આપતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More