Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: અમદાવાદ પાછા ફરતાની સાથે જ ઘરના ગેટ પર વનરાજને મળશે લગ્નની ભેટ!, કાવ્યાની તો આંખો ફાટી જશે

વનરાજ-કાવ્યાની ઘરમાં એન્ટ્રી થાય પહેલા એક મોટો ડ્રામા થશે.

Anupamaa: અમદાવાદ પાછા ફરતાની સાથે જ ઘરના ગેટ પર વનરાજને મળશે લગ્નની ભેટ!, કાવ્યાની તો આંખો ફાટી જશે

નવી દિલ્હી: શાહ હાઉસમાં હવે કઈંક નવું થશે તે નક્કી છે. શો પહેલાની જેમ ટ્રેક પર આવતો હતો ત્યાં તો હવે એક નવો વળાંક આવી ગયો  છે. એક નવા ટ્વિસ્ટ સાથે અનુપમા (Anupamaa) ની શાહ હાઉસમાં એન્ટ્રી થઈ છે. હવે વનરાજ અને કાવ્યાના લગ્ન થઈ ગયા છે. અનુપમા પણ હોસ્પિટલથી ઘરે પાછી ફરી છે. કાવ્યા અને વનરાજ હવે એકસાથે શાહ હાઉસમાં રહેશે. વનરાજ-કાવ્યાની ઘરમાં એન્ટ્રી થાય પહેલા એક મોટો ડ્રામા થશે. બાપુજી આખા પરિવારને શાહ હાઉસના ગેટ પર રોકશે અને વનરાજને તેના લગ્નની ભેટ આપશે. 

fallbacks

ત્રણ હિસ્સામાં વહેંચાઈ જશે શાહ હાઉસ
બાપુજી બધાની સામે એવી જાહેરાત કરશે કે શાહ હાઉસ હવે ત્રણ ભાગમાં વહેંચવા જઈ રહ્યું છે. તેનો એક ભાગ વનરાજને મળશે, બીજો ભાગ ડોલી અને ત્રીજો હિસ્સો અનુપમાને મળશે. અનુપમા કહેશે કે તેને ભાગ જોઈતો નથી. પરંતુ બાપુજી તેની ના છતાં ભાગ આપશે. આ સાંભળીને કાવ્યા બળીને ખાખ થઈ જશે. તેને લાગશે કે અનુપમા હજુ પણ શાહ પરિવારનો હિસ્સો છે. આવામાં તે અસહજ મહેસૂસ કરશે અને ઈચ્છશે કે કોઈ પણ રીતે અનુપમાને હિસ્સો ન મળે. 

Video: સાડી પહેરીને 'ભાભીજી'એ હરિયાણવી ગીત પર લગાવ્યા ખુબ ઠુમકા, જોનારાને પરસેવો છૂટી ગયો

કાવ્યા વનરાજને આપશે સરપ્રાઈઝ
અત્રે જણાવવાનું કે આ બધા પહેલા શોમાં વનરાજ અને કાવ્યાની સતત લડાઈ જોવા મળશે. બંને વચ્ચે સ્થિતિ સુધરવાનું નામ લેતી નથી. ઉલ્ટુ વનરાજ કાવ્યાથી દૂર થઈ રહ્યો છે. કાવ્યા તેને પાસે લાવવાની દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ બધા વચ્ચે કાવ્યા એકવાર ફરીથી વનરાજને નજીક લાવવા માટે રોમેન્ટિક સરપ્રાઈઝ તૈયાર કરશે. વનરાજની આંખો પર પાટા બાંધશે. જ્યારે પાટા ખુલશે ત્યારે વનરાજને સરપ્રાઈઝ પસંદ આવશે. જેવા બંને થોડા નજીક આવશે કે ઘરમાં જોર જોરથી ગીતો વાગવા માંડશે. 

પુત્રવધુએ નિભાવ્યો 'પુત્ર ધર્મ'...કોરોના સંક્રમિત સસરાનો જીવ બચાવવા પીઠ પર લાદી હોસ્પિટલ દોડી

વનરાજ કાવ્યાને ધક્કો મારશે
અનુપમાના આવનારા એપિસોડમાં વનરાજ-કાવ્યાના રોમાન્સ વચ્ચે ખલેલ પડશે. વનરાજ અવાજ સાંભળીને બહાર દોડશે. તે સમયે પાખી તેણે બનાવેલું ખાવાનું ટેસ્ટ કરાવવા માટે તેને બોલાવશે. વનરાજ કાવ્યાને ધક્કો મારીને પાખી પાસે દોડી જશે. તેણે બનાવેલું ખાવાનું ટેસ્ટ કરશે અને પરિવાર સાથે મજા માણશે. કાવ્યાને ધક્કો વાગવાથી ઈજા થશે અને લોહી પણ વહેશે. પરંતુ વનરાજ તેની જરાય ચિંતા કરશે નહીં. ત્યારબાદ એકવાર ફરીથી બંને વચ્ચે લડાઈનો સિલસિલો શરૂ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More