નવી દિલ્હીઃ Covid 19 Guidelines: કેન્દ્ર સરકારે કોરોના મહામારીને લઈને 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન પ્રમાણે બાળકોને રેમડેસિવિર આપવાની સખત મનાઇ કરવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું કે, 5 વર્ષ કે તેથી નાના બાળકો માટે ફેસ માસ્ક લગાવવાની જરૂર નથી. મહત્વનું છે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની હેઠળ આવે છે તેણે કહ્યું કે, રેમડેસિવિરનો બાળકો પર ઉપયોગ કરવાનો નથી.
માઇલ્ડ લક્ષણોમાં રૂમની અંદર ઓક્સિજન સેચુરેશન 94 ટકા તે કેનાથી વધુ હોઈ શકે છે. સાથે ગળામાં સમસ્યા, શ્વાસ મુશ્કેલી સામેલ છે. તો તેની સારવારને લઈને જણાવવામાં આવ્યું કે, તાવમાં દર 4-6 કલાક વચ્ચે એક પેરાસિટામોલની ગોળી આપવાની છે. ખાંસી માટે ગરમ પાણીના કોગળા કરવા છે. તો આઈસોલેશનમાં ગયેલા બાળકો માટે તેના માતા-પિતાને સકારાત્મક વાત કરવાની સલાહ આપવામાં આવી છે. તો બાળકોમાં ઓક્સિજનની સ્થિતિ સમજવા માટે 6 મિનિટની વોક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ શું કોવિશીલ્ડ કરતા ઓછી અસરકારક છે કોવેક્સીન? સ્ટડી પર ભારત બાયોટેક કાળઝાળ
માસ્ક જરૂરી નહીં
નવી ગાઇડલાઇન પ્રમાણે 5 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે માસ્ક લગાવવું ફરજીયાત નથી. તો 6-11 વર્ષના બાળકો માતા-પિતાની દેખરેખમાં માસ્ક લગાવી શકે છે. તો 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો મોટા લોકોની જેમ માસ્કનો ઉપયોગ કરી શકે છે.
સ્ટેરોયડ પર નિયંત્રણ
નવા દિશાનિર્દેશોમાં એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડના મામલામાં બાળકો પર સ્ટેરોયડનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. સ્ટેરોયડ માત્ર મોડરેટ, સીવિયર અને ક્રિટિકલ સ્થિતિમાં બાળકોને સખત દેખરેખમાં આપવું જોઈએ. સાથે તે ધ્યાન રાખવું પડશે કે યોગ્ય સમય સુધી જ સ્ટેરોયડ આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે