Home> Entertainment
Advertisement
Prev
Next

Virushka : લગ્ન પછીનાં અડધા વર્ષમાં માત્ર 21 વખત જ મળી શક્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતાનાં લગ્નથી જ હંમેશા ચર્ચામાં રહ્યા છે. બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. લોકડાઉનમાં પણ બંન્નેએ ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, જેની તસ્વીરો બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અનુષ્કાએ ઇન્ડિયાન ક્રિકેટર ટીમના કેપ્ટન કોહલી સાથે 2017માં લગ્ન કર્યા હતા. જો કે શું તમે જાણો છો કે, લગ્ન બાદ 6 મહિનામાં પતિ પત્ની માત્ર 21 દિવસ જ મળી શક્યા હતા. અમારી સહયોગી વેબસાઇટ DNA ના એક અહેવાલ અનુસાર અનુષ્કા શર્માએ પોતાના ઇન્ટરવ્યું દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. 

Virushka : લગ્ન પછીનાં અડધા વર્ષમાં માત્ર 21 વખત જ મળી શક્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

નવી દિલ્હી : અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતાનાં લગ્નથી જ હંમેશા ચર્ચામાં રહ્યા છે. બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. લોકડાઉનમાં પણ બંન્નેએ ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, જેની તસ્વીરો બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અનુષ્કાએ ઇન્ડિયાન ક્રિકેટર ટીમના કેપ્ટન કોહલી સાથે 2017માં લગ્ન કર્યા હતા. જો કે શું તમે જાણો છો કે, લગ્ન બાદ 6 મહિનામાં પતિ પત્ની માત્ર 21 દિવસ જ મળી શક્યા હતા. અમારી સહયોગી વેબસાઇટ DNA ના એક અહેવાલ અનુસાર અનુષ્કા શર્માએ પોતાના ઇન્ટરવ્યું દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. 

fallbacks

Coronavirus : તુટ્યા તમામ રેકોર્ડ, એક જ દિવસમાં એટલા કેસ આવ્યા કે સરકાર પણ પરેશાન

અનુષ્કા શર્માએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, લોકડાઉનની આભારી છું જેના કારણે અમને બંન્નેને આટલો સમય સાથે વિતાવવા મળ્યો.આવી તક અમને પહેલા ક્યારે પણ મળી નહોતી. લોકોને લાગે છે કે વિરાટ મને મળવા આવે છે અથવા હું તેમને મળવા માટે જઉ છું તો અમે હોલી ડે મનાવીએ છીએ. પરંતુ એવું નથી અમારા બે પૈકી કોઇ એક વ્યક્તિ સતત કામ કરતું રહે છે. જ્યારે અમારા લગ્ન થયા તો ત્યાર પછીના 6 મહિનામાં અમે માત્ર 21 દિવસ જ મળી શક્યા. સાચુ કહું મે આની ગણતરી કરી છે. જ્યારે પણ તેને મળવા માટે વિદે જતી તો અમે સાથે બેસીને લંચ કે ડિનર કરતા હતા બસ આ જ અમારો સૌથી કિંમતી સમય હતો. 

કોરોના : 15 ઓગષ્ટે લોન્ચ થનારા રસી પર નિષ્ણાંતો શા માટે આશંકા વ્યક્ત કરી રહ્યા છે !

બીજી તરફ લોકડાઉનમાં પતિ વિરાટ કોહલી સાથે સમય વિતાવવા અંગે તેમણે કહ્યું કે, આ સમય અમારા બંન્ને માટે ખુબ જ ખાસ રહ્યો. અમે બંન્ને એકસાથે પહેલા ક્યારે પણ આટલો સુંદર સમય પસાર નથી કર્યો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઇન્ડસ્ટ્રીનું ખુબ જ હોટ કપલ છે. જ્યાં સુધી અનુષ્કાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો હાલ તે ફિલ્મ પ્રોડક્શનનું કામ કરી રહી છે. હાલમાં જ તેની ફિલ્મ બુલબુલ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More