નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર્સના અફેર હંમેશા સમાચારોમાં રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોઈ મોટા અને પ્રખ્યાત પરિવારની વાત આવે છે, ત્યારે આવા સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાય છે. બોલિવૂડ કોરિડોરમાં અરબાઝ ખાન (Arbaaz Khan) અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani) વિશે દરરોજ કેટલાક સમાચાર આવતા રહે છે. જોકે, ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સમાચાર હજુ આવ્યા નથી.
ચાહકો જોઈ રહ્યા છે લગ્નની રાહ
અમે અરબાઝ ખાન (Arbaaz Khan) અને જ્યોર્જિયાના (Giorgia Andriani) લગ્ન વિશે વાત કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે, જ્યારે પણ આવું થશે, તેની જાહેરાત ખાન પરિવાર પોતે કરશે. પરંતુ ત્યાં સુધી આ પાવર કપલને લગતા કેટલાક સમાચાર ચાહકોને મળતા રહેશે. જ્યારે પણ જ્યોર્જિયા તેના ઘરની બહાર આવે છે, ત્યારે ફોટોગ્રાફરોની નજર તેના પર હોય છે. તાજેતરમાં જ્યારે તે પાપારાઝીની સામે આવી ત્યારે તેમણે કંઈક ખાસ કેપ્ચર કર્યું.
આ પણ વાંચો:- Weird Practices: અહીંયા મળે છે ભાડે પત્ની, મોટી ઉંમરની મહિલા સાથે કરવું પડે છે સેક્સ
દેખાયું કમરનું ટેટૂ
જ્યોર્જિયાએ (Giorgia Andriani) તેની લોવર વેસ્ટ (કમર) પર એક સુંદર ટેટુ કરાવ્યું છે જે અત્યાર સુધી ચાહકોએ ક્યારેય જોયું નથી. જો કે, ક્રોપ ટોપ અને જીન્સ પહેરીને તે ડોગને ફેરવવા નીકળી તે દરમિયાન જ્યોર્જિયાની આ તસવીરોમાં તેનું ટેટૂ સ્પષ્ટ દેખાય છે. આ તસવીરો પાપારાઝી વરિન્દર ચાવલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે.
આ પણ વાંચો:- PM આવાસ મામલે કૌભાંડ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
ઇન્ટેન્સ લૂકમાં જોવા મળી
જ્યોર્જિયાની (Giorgia Andriani) લેટેસ્ટ તસવીરોની વાત કરીએ તો તે તાજેતરમાં ખૂબ જ સુંદર અવતારમાં જોવા મળી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્લેક આઉટફિટમાં પોતાની આ તસવીરો શેર કરી છે. ફોટામાં, તે ખૂબ જ ઇન્ટેન્સ લૂકમાં જોવા મળી હતી. જ્યોર્જિયા (Giorgia Andriani) એ બ્લેક નેક બ્લાઉઝ અને દુપટ્ટો પહેર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે