Home> Gujarat
Advertisement
Prev
Next

Vadodara: પુત્રને અભ્યાસ માટે મોકલવા મહિલાએ પાર્લરમાં રચ્યું લૂંટનું તરખટ, પછી આ રીતે થયો પર્દાફાશ

પોલીસે (Police) પાર્લર સંચાલક મહિલાએ આપેલી માહિતીના આધારે 1.50 લાખ રૂપિયા રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરી દીધો હતો.

Vadodara: પુત્રને અભ્યાસ માટે મોકલવા મહિલાએ પાર્લરમાં રચ્યું લૂંટનું તરખટ, પછી આ રીતે થયો પર્દાફાશ

હાર્દિક દીક્ષિત, વડોદરા: વડોદરા (Vadodara) ના દંતેશ્વર વિસ્તારમાં બરોડા ડેરી (Baroda Dairy) ના દૂધના પાર્લરમાં ગઈકાલે વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ મહિલાને બાનમાં લઇ રૂપિયા 1.50 લાખ રોકડની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઇ ગઇ હોવાની ફરિયાદ મહિલાએ કરી હતી. જોકે, પોલીસ (Police) પૂછપરછમાં મહિલાએ લૂંટ (Robbery) ની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે. CCTV ફૂટેજની તપાસ કરતા મહિલાએ લૂંટ (Robbery) નું તરકટ રચ્યુ હોવાની પોલીસને પહેલેથી જ શંકા હતી.જે સાચી પડી છે.

fallbacks

મકરપુરા પોલીસ સ્ટેશન (Police Station) ના પીઆઇ આર.એ. પટેલે જણાવ્યું હતું કે, મયુરીબહેન રાજેશભાઇ ટેલરે(રહે. વિશાલનગર, તરસાલી) લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબુલાત કરી છે. પરંતુ, તેઓએ લૂંટની ખોટી ફરિયાદ કેમ નોંધાવી, તે અંગે મીડિયા એ સવાલ પૂછતાં પીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ જયસ્વાલ પાસેથી મયુરીબેને પુત્રને વધુ અભ્યાસ માટે સિંગાપોર (Singapore) મોકલવા માટે દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

3થી 4 દિવસ પહેલા કલ્પેશભાઇએ પૈસા પરત માગ્યા હતા. મહિલા પાસે રૂપિયાની વ્યવસ્થા થાય તેવી શક્યતા નહોતી, જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસનો જે વકરો ભેગો થયો તે વકરાના 1.37 લાખ બરોડા ડેરીમાં ભરવાને બદલે કલ્પેશભાઇને આપી દીધા હતા. જેથી બરોડા ડેરી (Baroda Dairy) દૂધ આપવાનું બંધ ન કરે તે માટે મહિલાએ લૂંટ તરકટ રચ્યુ હતું.

Ahmedabad: તમારી સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે? તસવીરોમાં જુઓ પુરાવા

જોકે, પોલીસે (Police) પાર્લર સંચાલક મહિલાએ આપેલી માહિતીના આધારે 1.50 લાખ રૂપિયા રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરી દીધો હતો. પોલીસે (Police) ગણતરીના કલાકોમાં મહિલા દ્વારા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાની વાતનો પર્દાફાશ કર્યો છે. 

પોલીસ પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે.જેથી લૂંટ ની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસ ને ગેરમાર્ગે દોરવા ના ગુનામાં મહિલા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More