નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ ભારતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર સલમાન ખાનના ફેન્સનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ સૌથી પહેલા આ ટ્રેલર પર જે અભિનેતાએ ટ્વીટ કરીને પ્રશંસા કરી તે છે શાહરૂખ ખાન. કિંગ ખાને સલમાન ખાનના ભારતના ટ્રેલરને શાનદાર ગણાવતા લખ્યું, 'ક્યા બાત હૈ ભાઈ, બહોત ખૂબ.'
અન્ય ઘણા કલાકારોએ ભારતના ટ્રેલરમાં સલમાન ખાનના કામની પ્રશંસા કરી છે. સલમાન ખાનની ફિલ્મ ભારતને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ ઈદ પર 5 જૂને રિલીઝ થવાની છે. ટ્રેલર આવતા સોશિયલ મીડિયા પર ભારતે પણ બેસ્ટ ટ્રેલરનો એવોર્ડથી નવાજી છે. સલમાન ખાન સંગ કેટરીના કેફની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ભારતને આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.
ટ્રેલરની શરૂઆત સલમાન ખાન અને દિશા પટનીથી થાય છે. દિશા પટની સર્કસ કરતા દેખાઈ છે તો સલમાન ખાન સર્કસમાં બનેલા મોતના કુવામાં કરબત કરતો જોવા મળે છે. સલમાન ખાનની એન્ટ્રી તે ડાયલોગથી થાય છે, જેમાં ભારતને પોસ્ટરોમાં દેખાડવામાં આવ્યું છે. 71 વર્ષ પહેલા આ દેશ બન્યો, તે સમયે શરૂ થઈ મારી કહાની, લોકોને લાગે છે કે 71 વર્ષના આ વૃદ્ધની કહાની કેટલી બોરિંગ રહી હશે. હવે તેને શું જણાવીએ, જેટલા સફેદ વાળ મારા માથા અને દાઢીમાં છે તેનાથી વધુ રંગીન મારી જિંદગી રહી છે.
Kya baat hai bhai!! Bahut Khoob. https://t.co/0t8hQoUSbJ
— Shah Rukh Khan (@iamsrk) April 22, 2019
સલમાન ખાનની એન્ટ્રી બાદ કેટરીના કેફની એન્ટ્રી થાય છે. જે ફિલ્મમાં સલમાન ખાનની પ્રેમિકાની ભૂમિકામાં છે. સલમાન ખાનનો જિગરી દોસ્ત બન્યો છે સુનીલ ગ્રોવર અને પિતાના રોલમાં છે જૈકી શ્રોફ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે