Home> World
Advertisement
Prev
Next

બોમ્બ વિસ્ફોટ કરનાર સંગઠનની થઇ ઓળખ, શ્રીલંકાએ કહ્યું કે દરેક આત્મઘાતી હુમલાખોર શ્રીલંકન

શ્રીલંકાના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી આતંકવાદી ઘટના પાછળ નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનીય સંગઠનનો હાથ હતો. શ્રીલંકાના એક મુખ્ય મંત્રીએ સોમવારે આ જાણકારી આપી હતી.

બોમ્બ વિસ્ફોટ કરનાર સંગઠનની થઇ ઓળખ, શ્રીલંકાએ કહ્યું કે દરેક આત્મઘાતી હુમલાખોર શ્રીલંકન

કોલંબો: શ્રીલંકાના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી આતંકવાદી ઘટના પાછળ નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનીય સંગઠનનો હાથ હતો. શ્રીલંકાના એક મુખ્ય મંત્રીએ સોમવારે આ જાણકારી આપી હતી. ઇસ્ટરના તક પર થયેલા આતમઘાતી હુમલામાં 290 લોકોના મોત થયા છે અને 500 લોકો ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી તેમજ સરકારી પ્રવક્તા રજીત સેનારત્નેએ પણ કહ્યું કે, વિસ્ફોટમાં સામેલ દરેક આત્મઘાતી હુમલાખોર શ્રીલંકન નાગરિક જાણવા મળી રહ્યું છે.

fallbacks

વધુમાં વાંચો: શ્રીલંકા બ્લાસ્ટ : મોતને નજીકથી જોયું આ ભારતીય અભિનેત્રીએ, આખરી ક્ષણે ભગવાને બચાવ્યો જીવ!!!

પત્રકાર પરિસદમાં મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય ઇન્ટેલિજેન્સ એજન્સીના પ્રમુખે 11 એપ્રિલ પહેલા આ મામલે આશંકાને લઇને પોલીસ મહાનિરીક્ષક (આઇજીપી)ને આગ્રહ કર્યો હતો. સેનારત્નેએ કહ્યું, ‘ચાર એપ્રિલે આતંરરાષ્ટ્રીય ગુપ્ત એજન્સીઓએ આ મામલે હુમલાને લઇને આગાહ કર્યા હતા. આઇજીપીને 9 એપ્રિલે જાણકારી આપી હતી.’ તેમણે કહ્યું કે, કટ્ટર મુસ્લિમ સમૂહ- નેશનલ તૌહીદ જમાત નામના સ્થાનિક સંગઠનને આ ઘાતક વિસ્ફોટને અંજામ આપવા પાછળ માનવામાં આવે છે.

વધુમાં વાંચો: શ્રીલંકા બ્લાસ્ટ: 290 લોકોની હત્યા કરનાર સંગઠન આવ્યું ચર્ચામાં, વાંચો આ 10 વાતો

તેમણે કહ્યું કે, હોઇ શકે છે કે તેના તાર આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ જોડાયેલા હોઇ શકે છે. સેનારત્નેએ સુરક્ષામાં થયેલી આ મોટી ભૂલ માટે પોલીસ પ્રમુખ પુજીત જયાસુંદરાનું રાજીનામું માગ્યું છે. સરકારે એક મંત્રી તેમજ મુખ્ય મુસ્લિમ પાર્ટી- શ્રીલંકન મુસ્લિમ કોંગ્રેસના નેતા રોફ હકિમે કહ્યું કે, આ નિરાશાજનક છે અને તેના અંતર્ગત જાણકારી છતાં કોઇ સુરક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા.

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More