Home> Entertainment
Advertisement
Prev
Next

બિગ બોસ 13: શોમાં આ કામ કરવા જઈ રહી છે અમીષા પટેલ, વીડિયોમાં મળી હિંટ

ટીવી દુનિયાના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 13 આજે રાત્રે 9 કલાકથી શરૂ થવાનો છે. શોને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણા ફેરફાર જોવા મળશે.

બિગ બોસ 13: શોમાં આ કામ કરવા જઈ રહી છે અમીષા પટેલ, વીડિયોમાં મળી હિંટ

નવી દિલ્હીઃ ટીવી દુનિયાના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 13 આજે રાત્રે 9 કલાકથી શરૂ થવાનો છે. શોને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણા ફેરફાર જોવા મળશે. આ વખતે અભિનેત્રી અમીષા પટેલ પણ શોનો ભાગ હશે. શોમાં તેની શું ભૂમિકા હશે, તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત હતું, પરંતુ હવે બિગ બોસના સત્તાવાર ટ્વીટર બેન્ડલથી એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હિંટ આપવામાં આવી છે કે, તે તમામ સ્પર્ધક પર નજર રાખશે. વીડિયોમાં અમીષા પટેલ અને સલમાન ખાન કન્ટેસ્ટેન્ટ્સ વિશે વાતચીત કરતા દેખાઇ છે. 

fallbacks

પ્રોમો વીડિયોમાં અમીષા પટેલ ફિલ્મ રામલીલાના સોંગ 'રામ ચાહે લીલા' ગીત પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. સલમાન ખાન, અમીષાને પૂછે છે કે તું અહીં રડવા માટે આવી છે કે રડાવવા માટે? જવાબમાં અમીષા કહે છે કે ન હું રડાવીશ કે રડીશ, બસ થોડો હક જમાવીશ. 

સલમાન પૂછે છે કે જે ઘરવાળા અંદર જઈ રહ્યાં છે શું તમે તેના વિશે અભ્યાસ કર્યો છે? તેના પર અમીષાએ કહ્યું, 'ઘણું રિસર્ચ કર્યું છે. મોટા ભાગના સ્પર્ધક જે ઘરની અંદર જઈ રહ્યાં છે તે સિંગલ છે અને મેં બધા વચ્ચે ઘણા સ્પાર્ક્સ જોયા છે. તો તે ઘરમાં સિંગલ જશે અને લગભગ ડબલ નિકળશે.' વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'દરેક સ્પર્ધક પર નજર રાખવા આવી છે અમીષા પટેલ, આ ક્યું ટ્વિસ્ટ છે?' જોવા માટે આજે રાત્રે જુઓ બિગ બોસ 13.

શું છે બિગ બોસના ઘરની થીમ?
મહત્વનું છે કે આ પ્રથમવાર થયું છે જ્યારે બિગ બોસની સિઝન 13નો સેટ મુંબઈ સ્થિત ગોરંગાંવની ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યો છે. આ પહેલાની તમામ સિઝન લોનાવલામાં શૂટ થઈ હતી. આ સિવાય આ વખતે શોની થીમ મ્યૂઝિયમ રાખવામાં આવી છે. બિગ બોસ 13ની સૌથી વધુ ખાસ વાત તે છે કે આ વખતે બિગ બોસના ઘરને બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓમંગ કુમારે ઘરને પ્લાસ્ટિક વગર ખુબ કલરફુલ અને વાઇબ્રન્ટ લુક આપ્યો છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More