Home> Sports
Advertisement
Prev
Next

ધારાસભ્યની સાથે બિલિયર્ડ રમતો જોવા મળ્યો ધોની, તસવીર થઈ વાયરલ

ધોની ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (JSCA)માં કેટલાક મિત્રોની સાથે બિલિયર્ડ રમતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટેટ એસોસિએશનના જૂના પિચ ક્યૂરેટરોમાંથી એક બાસૂ દા સાથે પણ મુલાકાત કરી હતી. 
 

ધારાસભ્યની સાથે બિલિયર્ડ રમતો જોવા મળ્યો ધોની, તસવીર થઈ વાયરલ

નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશ્વકપ બાદ ક્રિકેટથી દૂર છે અને તે હાલમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. પરંતુ સમય-સમય પર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતી રહે છે. લેટેસ્ટ તસવીરમાં તે બિલિયર્ડ રમતો જોવા મળી રહ્યો છે. તેની સાથે બહરાગોડા (ઝારખંડ)ના ધારાસભ્ય કુણાલ સારંગીએ કેટલિક તસવીરો ટ્વીટર પર શેર કરી છે. 

fallbacks

હાલમાં પોતાના મિત્રોની સાથે ક્રિકેટ રમનાર ધોની ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (JSCA)માં કેટલાક મિત્રોની સાથે બિલિયર્ડ રમતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટેટ એસોસિએશનના જૂના પિચ ક્યૂરેટરોમાંથી એક બાસૂ દા સાથે પણ મુલાકાત કરી હતી. 

ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્યએ ટ્વીટર પર તસવીર શેર કરતા લખ્યું- ખરાબ હવામાનને કારણે કેટલાક કાર્યક્રમ રદ્દ અને મળેલા ખાલી સમયમાં અને તે પણ મારી સૌથી મનપસંદ જગ્યા આપણા JSCA સ્ટેડિયમમાં વધુ એક તસવીર આપણા બધાના હીરો બાસુ દાની સાથે જે જેસીસીએ મેદાનના ક્યૂરેટર છે અને મારા બહરાગોડા વિધાનસભા ક્ષેત્રના બારસતી ગામના નિવાસી છે. 

ઉલ્લેખનીય છે કે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ભારતની વિશ્વકપમાં સફર સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારબાદથી સતત ધોનીની નિવૃતીની વાતો થઈ રહી છે, પરંતુ પૂર્વ ક્રિકેટરે અફવાઓને મહત્વ આપ્યું નથી. તેણે એક મહિનો આર્મીની સાથે કાશ્મીરમાં પસાર કર્યો અને તમામ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. 

માનવામાં આવી રહ્યું હતું કે ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે, પરંતુ તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ઘરેલૂ સિરીઝમાં પણ પોતાને દૂર રાખ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More