Home> Entertainment
Advertisement
Prev
Next

9 વર્ષની ઉંમરે મારું ઉત્પીડન : હવે મુનવ્વર ફારૂકીએ પણ મારો યૂઝ કર્યો, રડી પડી આયેશા

Bigg Boss 17 Ayesha Khan: બિગ બોસ 17માં મુનવ્વર ફારૂકી પર આયશા ખાને ગંભીર આરોપ લગાવ્યા છે. તે શોમાં સતત ઘેરાતો જોવા મળી રહ્યો છે. તો આયશાએ ખુલાસો કર્યો કે તેનું 9 વર્ષની ઉંમરમાં શોષમ કરવામાં આવ્યું હતું. તો સ્ડેન્ટઅપ કોમેડિયન પર પણ મોટો આરોપ લગાવ્યો છે.

9 વર્ષની ઉંમરે મારું ઉત્પીડન : હવે મુનવ્વર ફારૂકીએ પણ મારો યૂઝ કર્યો, રડી પડી આયેશા

મુંબઈઃ Bigg Boss 17 Ayesha Khan: બિગ બોસ સતત વિવાદોમાં ઘેરાતું જાય છે.  આયેશા ખાને બિગ બોસ 17માં મુનવ્વર ફારૂકી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઘણા સમયથી ફારૂકી સતત શોમાં ઘેરાયેલા જોવા મળે છે.  આ સમયે આયેશાએ ખુલાસો કર્યો હતો કે 9 વર્ષની ઉંમરે તેની છેડતી થઈ હતી. સાથે જ સ્ટેન્ડ અપ કોમેડિયન પર પણ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. આયેશાના આરોપને પગલે ફારૂકી સામે ફરી સવાલો ઉભા થયા છે. હાલમાં બિગ બોસમાં સૌથી ચર્ચાસ્પદ વ્યક્તિ બની ગયો છે. 

fallbacks

Bigg Boss 17 Ayesha Khan'ના આરોપોએ મુનવ્વર ફારૂકીની ગેમ પલટી દીધી છે. તેણે સ્ટેન્ડઅપ કોમેડિયન પર માત્ર તેનો યૂઝ કરીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપો સાંભળીને મુનવ્વર પણ સુન્ન થઈ ગયો છે. જ્યારે મુનવ્વર આ આરોપોને પણ નકારી ન શક્યો ત્યારે દર્શકોને પણ આશ્ચર્ય થયું છે. ઉપરાંત, આયેશાએ શોમાં ખુલાસો કર્યો હતો કે તેની સાથે 9 વર્ષની ઉંમરે ઉત્પીડન થયું હતું.

હાલના એપિસોડમાં, જ્યારે મુનાવર ફારૂકીની પોલ ખુલીને કહ્યું, આયેશા ખાને રોતા રોતા ખુલાસો કર્યો કે 9 વર્ષની ઉંમરે તેનું હેરસમેન્ટ થયું હતું. આ જ કારણ છે કે તે હવે પોતાની જાત સાથે ખિલવાડ થવા દેશે નહીં. આ વાત મુનવ્વરને પણ કહી હતી પરંતુ તેણે બાદમાં તેની પૂર્વ પ્રેમિકાને આ વાત કહી હતી.

આયેશા ખાને મુનવ્વર પર યૂઝ કરવાનો આરોપ લગાવ્યો 
અંકિતા લોખંડેને ગળે લગાવી આયેશા ખાને કહ્યું, 'જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારું ઉત્પીડન થયું હતું. એ ઘટનાએ મને હચમચાવી નાખી હતી હું મારો પક્ષ લઈ શકી ન હતી.  ત્યારથી લઈને અત્યાર સુધી હું નહોતી ઇચ્છતી કે મારી સાથે કંઈ ખરાબ થાય. આ માણસે મારો ઉપયોગ કર્યો અને મને ફેંકી દીધી. નાઝીલાએ મને કહ્યું હતું કે તે મારી સાથે માત્ર સેક્સ માટે જ છે.

આ પણ વાંચોઃ 73 વર્ષના મુસ્લિમ અભિનેતાએ કહ્યું- રામ મારા નામમાં છે, જે કઈ છું તે તેમના કારણે છું

આયેશાને ઘરવાળાઓનો સાથ મળ્યો
આયેશા ખાનની વાત સાંભળીને ઈશા, સમર્થ, વિકી અને અંકિતાને વિશ્વાસ આવ્યો ન હતો. બધા આયેશાને સપોર્ટ કરવા લાગે છે. તે જ સમયે, મન્નારા અને અભિષેકનો સોફ્ટ કોર્નર આ સમય દરમિયાન મુનવ્વર માટે જોવા મળે છે.

આયેશાએ મુનવ્વર પર આરોપ લગાવ્યો 
આયેશા ખાને મુનવ્વર પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે તેની પૂર્વ પત્ની સાથે છેતરપિંડી કરી અને નાઝીલા સાથે સંબંધ બાંધ્યો. તેણે તેની સાથે પણ આવું જ કર્યું અને પછી નાઝીલાને પણ છેતરી. આયેશાનો દાવો છે કે મુનવ્વરે અત્યાર સુધી ઘણી છોકરીઓને છેતરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More