Home> Gujarat
Advertisement
Prev
Next

સ્નેપડીલના કુણાલ બહલે ગુજરાતના પોલીસકર્મીની દિલ ખોલી કરી પ્રશંસા, ટ્રાફિકમાં ફસાયા તો કરી મદદ

વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવા આવેલા સ્નેપડીલના કો-ફાઉન્ડર કુણાલ બહલ પરત જતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકમાં ફસાયા હતા. આ દરમિયાન તેમને એરપોર્ટ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસે તેમની મદદ કરી હતી. કુણાલ બહલે પોતાનો અનુભવ એક્સ પર શેર કર્યો છે. 
 

સ્નેપડીલના કુણાલ બહલે ગુજરાતના પોલીસકર્મીની દિલ ખોલી કરી પ્રશંસા, ટ્રાફિકમાં ફસાયા તો કરી મદદ

અમદાવાદઃ ગાંધીનગરમાં 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થયું હતું. આ સમિટમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિદેશના અનેક રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ સહિત દેશના બિઝનેસમેનો હાજર રહ્યાં હતા. વાઈબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં ઘણી જગ્યાએ વીવીઆઈપી મૂવમેન્ટ જોવા મળી હતી. બે દિવસ અમદાવાદનું એરપોર્ટ પણ ખુબ વ્યસ્ત રહ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે સ્નેપડીલના કો-ફાઉન્ડર કુણાલ બહલ પણ આવ્યા હતા. તેમણે ગુરુવારે અમદાવાદમાં ટ્રાફિકમાં ફસાયેલા તેમના હૃદયસ્પર્શી અનુભવને વર્ણવ્યો છે. આ સાથે ગુજરાત પોલીસનો આભાર માન્યો છે. 

fallbacks

સ્નેપડીલના કો-ફાઉન્ડરે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપ્યા બાદ કુણાલ બહલ એરપોર્ટ જવા માટે નિકળ્યા હતા. પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિકમાં ફસાયા હતા. તેમણે એક્સ પર લખ્યું- કઈ રીતે એરપોર્ટ 2.5 કિમી કે ચાલીને 22 મિનિટના અંતરે હતું અને 40 મિનિટમાં ફ્લાઇટ રવાના થવાની હતી. આ તે સફળ અને નિષ્ફળ ક્ષણોમાંથી એક હતી, જ્યારે તમે તમારી ઉડાન પકડવા ઈચ્છો છો, તો તમારે તત્કાલ નિર્ણય લેવો પડશે કે શું તમે અસુવિધાજનક સ્થિતિમાં 2.5 કિમી ચાલવાના છો. સૂટ પહેરી ફોર્મલ શૂઝ પહેરો કે પછી ટ્રાફિક ખુલવાની રાહ જુઓ. કારણ કે જો તમે અત્યારે નિર્ણય ન કર્યો અને ચાલવાનું શરૂ ન કર્યું તો પ્રથમ વિકલ્પ સમાપ્ત થઈ જશે. આપણે બધા આ ક્ષણ જીવી ચુક્યા છીએ.

તેમણે આગળ લખ્યું- મેં પહેલા વિકલ્પ પસંદ કર્યો અને કેબમાંથી ઉતરી એરપોર્ટ તરફ ચાલવાનો નિર્ણય કર્યો, જેનાથી તેનો કેબ ડ્રાઇવર ચોકી ગયો. પરંતુ એરપોર્ટના તે રોડ પર તેમની નજર એક મહત્વપૂર્ણ કોનવે પર પડી જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેમાંથી એક પોલીસકર્મીએ તે રસ્તા પર આગળ ન ચાલવા કહ્યું. બહલે આગળ લખ્યું- મેં તેમને કહ્યું કે હું મારી ફ્લાઇટ પકડવા જઈ રહ્યો છું તો માત્ર બે વિકલ્પ છે, મને આગળ ચાલવાની મંજૂરી મળે કે કોનવે પસાર થયા બાદ પોલીસ તેની કારમાં બેસાડે.

બહલે પોલીસકર્મી પર વિશ્વાસ કર્યો અને તે ખરેખર એક સારો નિર્ણય હતો, કારણ કે પોલીસકર્મીએ તેનું વચન પૂરુ કર્યું. તે અત્યાર સુધીના સૌથી સારા પોવીસકર્મી હતા (હિમેશભાઈ, 28 વર્ષથી સેવામાં) અને તેમણે કહ્યું કે જો હું રાહ જોઈશ તો તે મને સવારી કરાવશે. મેં તેમના પર વિશ્વાસ કર્યો અને કોનવે પસાર થયા બાદ ફ્લાઇટ રવાના થવાની થોડી મિનિટ પહેલા તેમણે મને એરપોર્ટ પહોંચાડી દીધો. આભાર ગુજરાત પોલીસ.

પછી શું બહલ એરપોર્ટ પહોંચ્યા તો તેમને ખબર પડી કે તેમની ફ્લાઇટ લેટ થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More