નવી દિલ્હી: અક્ષય કુમારને બોલીવુડનો ખેલાડી કેમ કહેવામાં આવે છે? ક્યારેય વિચાર્યું છે... હંમેશા લોકો આ વિચારતા હશે કે 1992માં આવેલી ફિલ્મ ‘ખિલાડી’થી તેમને આ નામ મળ્યું છે. પરંતુ અક્ષયે તેની આ ઓળખ અત્યાર સુધી સફળ રાખી છે. 1992થી લઇને અત્યાર સુધીની તેમની લગભગ ફિલ્મોમાં અક્ષયને એક ખેલાડીના રૂપમાં જોવા મળ્યો છે. જે રીતે એક ખેલાડીની ફિટનેસ આપણને રમતના મેદનામાં જોવા મળે છે, એ જ રીતે અક્ષયની ફિટનેસ આપણને તેમની ફિલ્મોમાં જોવા મળે છે.
આ પણ વાંચો:- વધી રહી છે સારા અને સુશાંતની દુશ્મની, આ છે લેટેસ્ટ પુરાવો
અક્ષય કુમાર આજે તેના 52માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1967માં પંજાબના અમૃતસરમાં થયો હતો. અક્ષય કુમાર તેની ફિટનેસને લઇને ખુબ જ ધ્યાન આપે છે. હાલમાં જ પીએમ મોદીના ઇન્ટરવ્યૂ લેનાર અક્ષય કુમાર તેને જણાવ્યું હતું કે, તેને યોગથી ખુબજ પ્રેમ છે અને તે દરરોજ યોગ કરે છે. આ ઉપરાંત તે તેની બોડી ફિટ રાખવા માટે દરરોજ સાયકલ ચલાવે છે.
આ પણ વાંચો:- OMG ! જ્યારે કાર્તિક આર્યને પોતાની હિરોઇન પર ઉઠાવી દીધો હાથ
આ ઉપરાંત રમત અને સ્વિમિંગ દ્વાર પણ તે ખુબજ ફીટ રહે છે. અક્ષય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ રહે છે અને હંમેશા તે તેના ફિટનેશ વીડિયો અહીં શેર કરતો રહે છે. આ ક્રમમાં અમે તેના ઇન્સ્ટાગ્રામ પરથી કેટલાક વીડિયો તમારી સામે લાવ્યા છે. જેને જોયા બાદ તમે જાણી જશો કે અક્ષય કુમારનો ફિટનેસ મંત્ર કયો છે...
આ પણ વાંચો:- આ હિરોઇને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મચાવી દીધી છે જબરદસ્ત હલચલ કારણ કે...
1991માં ફિલ્મ સૌગંધથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અક્ષય આજે પણ સ્ક્રિય છે અને અવારનવાર એકથી ચઢિયાતી ફિલ્મોમાં કામ કરતો જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારને બોક્સ ઓફિસનો કિંગ કહેવામાં આવે છે. કેમકે તેની લગભગ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળે છે. અક્ષય કુમારની હાલમાં આવેલી ફિલ્મ ‘મિશન મંગલ’ 15 ઓગસ્ટના રોજ થિયેટરમાં રિલિઝ થઇ હતી.
આ પણ વાંચો:- આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન
બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કમાણી હજી સુધી વધતી જ રહે છે. અત્યાર સુધીમાં લગભગ 187 કરોડ કમાણી કરનારી આ ફિલ્મ ટુકસમયમાં 200 કરોડનો આંકડો પાર કરી શકે છે. અક્ષય આવનાર સમયમાં તેની ફિલ્મ ‘સૂર્યવંશી’, ‘બચ્ચન પાંડે’ અને ‘લક્ષ્મી બોમ્બ’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાનો છે. 2020 સુધીમાં આ ફિલ્મોને થિયેટરોમાં રિલિઝ થવાની સંપૂર્ણ સંભાવના છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે