તેજસ દવે/મહેસાણા :મહેસાણાની મહેસાણા અર્બન કો.ઓપ.બેંક લિમિટેડના 17 બોર્ડ ઓફ ડિરેકટર્સની 2019 થી 2024ના સમય માટે યોજાયેલી ચૂંટણી ભારે વિવાદાસ્પદ રહી હતી. ગઈ કાલે અર્બન બેંકના 17 ડિરેક્ટર્સની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ નવ-નવ કલાક સુધી ચાલેલી મધરાત સુધીની મત ગણતરી બાદ પણ અસંતુષ્ટ ઉમેદવારોએ આક્ષેપો ચાલુ રાખ્યા હતા. રિકાઉન્ટીંગની માંગ સાથે મધરાતે બે વાગે ચૂંટણી અધિકારી પર જ આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી. મોડી રાત સુધી મત ગણતરી ચાલુ હતી. રાત્રે 12 કલાકે પરિણામ જાહેર કરતા ભાજપ vs ભાજપ પૈકી સત્તાધારી વિકાસ પેનલના 16 ઉમેદવાર અને વિશ્વાસ પેનલના 1 ઉમેદવારની જીત થઇ હતી.
મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 22 દરવાજા ખોલાયા
મહિલા અનામત ઉમેદવાર
7 વર્ષે યોજાયેલી મહેસાણા અર્બન બેંકની આ ચૂંટણીમાં ભાજપ vs ભાજપ પેનલો મેદાને હોવાથી ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આક્ષેપો એકબીજા ઉપર કરવામાં આવી રહ્યા હતા. જોકે, ગઈ કાલે સાંજે 5 કલાકે શરૂ થયેલી નવ-નવ કલાકની મત ગણતરી બાદ પણ રાત્રે હારેલી પેનલના એકમાત્ર વિજેતા ઉમેદવાર ડી. એમ. પટેલે ચૂંટણી અધિકારી પર આક્ષેપો કર્યા હતા. ડી એમ પટેલે આક્ષેપો કર્યા હતા કે, તેમના હારેલા ઉમેદવાર મહેન્દ્ર પટેલ માટે રિકાઉન્ટીંગની અરજી કરીને ફીસની રકમ રૂપિયા એક લાખ લઈને પહોંચવા છતાં તેમની અરજી માન્ય રખાઈ નહોતી. જે મુદ્દે રાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી બેંકમાં જ હંગામો મચાવ્યો હતો. ત્યારે તેના જવાબમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમેદવારે જો રી કાઉન્ટિંગ લેવાનું હોય તો અરજી સાથે તુરંત જ રૂ.૧ લાખ ફીસ જમા કરાવવાની રહે છે. પરંતુ, બબ્બે કલાક સુધી ફીસ જમા નહિ કરાવતા આખરે પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવાયું હતું. જો કે, આ મુદ્દે વિશ્વાસ પેનલના વિજેતા ઉમેદવાર ડી એમ પટેલે હાઈકોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી હતી.
ગોંડલ : કૃષ્ણ જન્મોત્સવમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર બન્યા વાસુદેવ, ધાર્મિક વેશમાં સોહામણા લાગ્યા
મહેસાણા અર્બન બેંકની ગુજરાત અને મુંબઈમાં કુલ 58 શાખાઓ છે. જેમાં 66૦૦૦ સભાસદો છે. જે પૈકી 48 ટકા સભાસદોએ મતદાન કર્યું હતું. મહેસાણા અર્બન બેંકનું વાર્ષિક 9૦૦૦ કરોડ ટર્નઓવર અને 3700 કરોડ ધિરાણ છે. જેથી આ બેંકમાં સત્તા મેળવવા ચૂંટણી જાહેર થયાની સાથે જ સૌ પ્રથમ વાર વિધાનસભા અને લોકસભા જેવો ચૂંટણી પ્રચાર અને આક્ષેપો શરૂ કરીને ભાજપ vs ભાજપ પેનલો સામ સામે હતી. જો કે, ગત રાત્રે પરિણામ જાહેર થતા જ, હવે સત્તાધારી પેનલ જી.કે.પટેલની વિકાસ પેનલે ફરીથી સત્તા હાંસલ કરી લીધી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે