Home> Entertainment
Advertisement
Prev
Next

Anupam Kher: એક પણ મિસાઈલ જમીન સુધી પહોંચી શકતી નથી.. અનુપમ ખેરના ભાઈએ જણાવ્યું કેવી છે જમ્મુમાં સ્થિતિ

Anupam Kher On Pakistan Drone Attack: ભારત તરફથી પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણા પર કાર્યવાહી કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલાને ભારતીય સેનાએ કેવી રીતે નાકામ કર્યો તે વાત અનુપમ ખેરે જણાવી છે. 
 

Anupam Kher: એક પણ મિસાઈલ જમીન સુધી પહોંચી શકતી નથી.. અનુપમ ખેરના ભાઈએ જણાવ્યું કેવી છે જમ્મુમાં સ્થિતિ

Anupam Kher On Pakistan Drone Attack: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ગુરુવારે સોશિયલ મીડિયા પર ભારતીય સેના માટે પોતાનો સપોર્ટ જાહેર કરીને એક પોસ્ટ શેર કરી હતી જે હવે ઝડપથી રહી છે. અનુપમ ખેરે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી જમ્મુમાં ડ્રોન અને મિસાઈલ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેના પછી તેણે પોતાના કઝિન સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેના કઝીને જે અનુભવ શેર કર્યો તેના વિશે જાણીને દરેક ભારતીયને ગર્વ થાય તેવું છે. 

fallbacks

આ પણ વાંચો: શાહરુખ અફેર કરે તો તે શું કરે? ગૌરી ખાનનો જવાબ સાંભળી SRK અફેર કરવાનું વિચારે પણ નહી

સોશિયલ મીડિયા હેન્ડલ પર તેણે આ વાતચીત શેર કરીને દેશના સૈનિકો અને સિક્યુરિટી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અનુપમ ખેરે જણાવ્યું હતું કે તેનો કઝિન જમ્મુમાં રહે છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં જમ્મુ સિવિલ એરપોર્ટ, સાંબા, અરણીયા અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ગુરુવારે સાંજે થયેલા હુમલાથી થોડી વાર માટે તણાવ ફેલાયો હતો પરંતુ પછી ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો. 

આ પણ વાંચો: રેખા સાથે સીન શૂટ કરતી વખતે બેકાબૂ થયા આ એક્ટર, ઈંટીમેટ શૂટ દરમિયાન હદ કરી નાખી હતી

ભારત પાસે અત્યાધુનિક s 400 ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ એ બધી જ મિસાઈલ અને ડ્રોનને હવામાં જ રોકી લીધા જેથી કોઈ જ મોટું નુકસાન થયું નહીં. અનુપમ ખેરે એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે એ વિડિયો પણ શેર કર્યો છે જે તેના કઝિન ભાઈ સુનિલ ખેરે જમ્મુથી શેર કર્યો હતો. આ વિડીયો જોઈને તેમને ચિંતા થઈ ગઈ અને પોતાના ભાઈ સાથે ફોનમાં વાતચીત કરી. 

અનુપમ ખેરે જણાવ્યું કે જમ્મુમાં હોવા છતાં તેનો ભાઈ કોન્ફિડન્સ સાથે વાત કરી રહ્યો હતો. આ વાતચીત પછી અનુપમ ખેરને પણ ગર્વનો અનુભવ થયો. અનુપમ ખેરના ભાઈએ તેને જણાવ્યું કે, "આપણે ભારતમાં છીએ અને ભારતીય છે.. આપણી રક્ષા ભારતીય સેના અને માતા વૈષ્ણો દેવી કરી રહી છે તેથી ચિંતા કરતા નહીં. અહીં એક પણ મિસાઈલને જમીન સુધી પહોંચવા દેવામાં આવતી નથી.." આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાત દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More