ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આતંકને સમર્થન આપનારું પાકિસ્તાન ધૂંધવાયેલું છે અને સતત ભારતના અલગ અલગ શહેરોમાં હવાઈ હુમલા કરવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારબાદ ભારતીય સેના પણ એલર્ટ મોડમાં છે અને S-400 સુદર્શન ચક્રએ પાકિસ્તાની એટેકને નિષ્ફળ કર્યો છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાની સેનાએ ભારતીય વિસ્તારોમાં મિસાઈલો છોડી હતી જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તબાહ કરી નાખી. આ સાથે જ પાકિસ્તાનના ફાઈટર વિમાનોને પણ તોડી પાડ્યા. આ બધા વચ્ચે ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેની એક ટ્વીટે સસ્પેન્સ વધાર્યું છે.
નિશિકાન્ત દુબેની પોસ્ટથી સસ્પેન્સ
ભાજપના નેતા નિશિકાન્ત દુબેએ એક્સ પર પોસ્ટ કરતા ભારત સરકારની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાની અપીલ કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આજે સવાર સુધી ભારત સરકારની પ્રેસ કોન્ફરન્સની રાહ જુઓ. ત્યારબાદ હવે એવી સંભાવના વધી ગઈ છે કે સવારે થનારી પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકાર આ હુમલા સંલગ્ન જાણકારીઓ શેર કરી શકે છે.
બીએસએફએ ઘૂસણખોરીની મોટી કોશિશ નિષ્ફળ કરી
ઓપરેશન સિંદૂર બાદ એલર્ટ મોડ પર તૈયાર ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીની મોટી કોશિશ નિષ્ફળ કરી દીધી. બીએસએફએ તેની પુષ્ટિ કરી છે. બીએસએફ જમ્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે 8 મે 2025ના રોજ રાતે લગભગ 11 વાગે, બીએસએફએ જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરરહદ પર ઘૂસણખોરીની એક મોટી કોશિશને નિષ્ફળ કરી.
आज सुबह तक भारत सरकार के प्रेस कॉन्फ़्रेंस का इंतज़ार करिए
— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 8, 2025
બીજી બાજુ રક્ષા મંત્રાલયે પોતાના એક નિવેદનમાં પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોના હુમલાને નષ્ટ કરવાની પુષ્ટિ કરી. રક્ષા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જમ્મુ પઠાણકોટ અને ઉધમપુરમાં સૈન્ય સ્ટેશનોને આજે (ગુરુવારે) જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે